નેશનલ

‘સાવરકરની તસવીર હટાવશો તો નેહરુની તસવીર પણ હટાવી દેવામાં આવશે’

ભાજપના વિધાન સભ્યએ પ્રિયંક ખડગે પર સાધ્યું નિશાન

બેંગલૂરુઃ કર્ણાટકમાં કૉંગ્રેસની સરકાર છે. કૉંગ્રેસનો વીર સાવરકર તરફનો અણગમો કોઇથી છાનો નથી. કર્ણાટકમાં સાવરકરના ફોટાને લઈને શરૂ થયેલો વિવાદ હજુ અટક્યો નથી. હવે બીજેપી ધારાસભ્ય બસનાગૌડા પાટીલ યતનાલે કહ્યું કે જો બેલગવીમાં સુવર્ણા સૌધાના એસેમ્બલી હોલમાંથી વીર સાવરકરનો ફોટો હટાવવામાં આવશે તો દિવંગત પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો ફોટો પણ હટાવી દેવામાં આવશે. યતનાલે આ વાત કર્ણાટકના કેબિનેટ પ્રધાન પ્રિયંક ખડગેની ટિપ્પણી પર પત્રકારો સાથે વાત કરતા કહી હતી, જેમાં પ્રિયંકે કહ્યું હતું કે સુવર્ણા સૌધાના એસેમ્બલી હોલમાંથી વીર સાવરકરની તસવીર હટાવી દેવી જોઈએ.

ભાજપના વિધાનસભ્ય યતનાલે કહ્યું કે જો દસ પ્રિયંક ખડગે આવો પ્રયાસ કરે તો પણ વીર સાવરકરની તસવીર હટાવવાનું શક્ય નથી. જો વીર સાવરકરની તસવીર હટાવવાનો અને નેહરુની તસવીર લગાવવાનો કોઈ પ્રયાસ કરવામાં આવશે તો અમે નેહરુની તસવીર હટાવી દઇશું.


બીજેપી વિધાન સભ્ય યતનાલે કહ્યું હતું કે, ‘જો વીર સાવરકરનો ફોટો હટાવશે તો અમે નેહરુનો ફોટો હટાવીશું. કોંગ્રેસના નેતાઓ ટીપુ સુલતાન વિશે વાત કરે છે, જેણે લાખો હિંદુઓની હત્યા કરી હતી. હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું હતું કે ટીપુ સુલતાન સ્વતંત્રતા સેનાની નહોતો, તે રાજા હતો. ચીફ જસ્ટિસે કોર્ટમાં કહ્યું હતું કે ટીપુ સુલતાને લાખો હિંદુઓની હત્યા કરી હતી અને 4,000 હિંદુ મંદિરોનો નાશ કર્યો હતો. યતનાલે કહ્યું, “આજે પણ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા મૈસુર વાડિયાર શાસકોના યોગદાનનો ઉલ્લેખ કરે છે. કૉંગ્રેસી નેતા પ્રિયંક ખડગેએ મૈસુર એરપોર્ટનું નામ ટીપુ સુલતાન રાખવાની વાત કરી હતી. તેમની પાસે નૈતિકતા નથી.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button