પટણા: બિહાર વિધાનસભામાં ગુરુવારે આરક્ષણ સંશોધન બિલ પસાર કરવામાં આવ્યું છે. બિહાર વિધાનસભામાં બપોરે 2 વાગે કાર્યવાહી શરૂ થતાં જ 75 ટકા અનામત સંશોધન બિલ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું હતું. નીતીશ સરકારે બિહારમાં જાતિ આધારિત આરક્ષણનો વ્યાપ વધારીને 65% કરવાનો અને અનામતને 75% સુધી લઈ જવાનો નિર્ણય લીધો હતો, ત્યાર બાદ આજે વિધાનસભામાં અનામત સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેને તમામ સભ્યો દ્વારા સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું હતું. જો કે બિલ પસાર કર્યા બાદ વિધાન સભા કાલ સુધી સ્થગિત કરવામાં આવી હતી.
આ સુધારા રાજ્ય સરકારની નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની નવી જોગવાઈ માટે છે. સુધારા બાદ અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે આરક્ષણ બાવીસ ટકા રહેશે, જ્યારે હાલમાં તેમને સોળ અને એક ટકા અનામતનો લાભ મળી રહ્યો છે. ત્યારે OBC અને EBC માટે હવે અઢાર અને પચીસ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે હાલમાં તેમને બાર અને અઢાર ટકા અનામતનો લાભ મળી રહ્યો છે.
બિહાર વિધાનસભામાં જાતિ સર્વેક્ષણ અહેવાલ રજૂ કર્યા બાદ મુખ્ય પ્રધાન નીતીશ કુમારની આગેવાની હેઠળની કેબિનેટે મંગળવારે રાજ્યમાં પછાત વર્ગો, અત્યંત પછાત વર્ગો અને આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે અનામત વધારીને 65 ટકા કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. બિહાર વિધાનસભાના વર્તમાન સત્ર દરમિયાન આ અંગેનું બિલ ગૃહમાં લાવવામાં આવશે. મુખ્ય પ્રધાને રાજ્યમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC-ST), તેમજ અન્ય પછાત વર્ગો અને અત્યંત પછાત વર્ગો માટે અનામતને સુપ્રીમ કોર્ટ દ્વારા 50 ટકાની ફરજિયાત મર્યાદાથી વધારીને 65 ટકા કરવાની દરખાસ્ત કરી હતી.
આ દરમિયાન બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે સભ્યોને સંબોધતા કરતા કહ્યું હતું કે અનામત વધારવાનો નિર્ણય તમામ સભ્યો સાથે વાત કર્યા બાદ લેવામાં આવ્યો છે. અને હવે આ બિલ ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે. હવે તમામ સભ્યોએ કોઈપણ વાંધો લીધા વિના સર્વસંમતિથી અનામત સુધારો બિલ પસાર કરવું જોઈએ. તેમજ અનામત સંશોધન બિલને વિધાનસભામાં સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે બિહાર દેશનું પહેલું રાજ્ય છે જ્યાં સરકારે અનામત મર્યાદા વધારીને 75% કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે. જેડીયુ, આરજેડી અને કોંગ્રેસની મહાગઠબંધન સરકારે પણ કેબિનેટમાંથી આના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
Taboola Feed