Waqf Amendment Bill રજૂ થયા પૂર્વે ટીડીપી કર્યું પોતાનું સ્પષ્ટ વલણ, મુસ્લિમોના પક્ષમાં…
એનડીએના અન્ય સાથીપક્ષોનું શું વલણ હશે એ પણ જાણી લો?

નવી દિલ્હીઃ વક્ફ સંશોધન બિલ લોકસભામાં રજૂ કર્યું પહેલા દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. એનડીએના સમર્થક ટીડીપી (તેલુગુ દેશમ પાર્ટી)ના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુએ વક્ફ બિલના સમર્થન અંગે મહત્ત્વની વાત જણાવી.
ટીડીપીએ કહ્યું છે કે મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ મુસ્લિમોના પક્ષમાં છે. ટીડીપીના નેતા પ્રેમ કુમાર જૈને કહ્યું છે કે સંસદમાં રજૂ થનારું વક્ફ સંશોધનના બિલને દેશના મુસ્લિમોની નજર છે.
આપણ વાંચો: વક્ફ સંશોધન બિલને JPCએ આપી મંજૂરીઃ વિપક્ષને ફટકો, 14 ફેરફારો સ્વીકાર્યા
ટીડીપીના નેતા પ્રેમ કુમાર જૈને કહ્યું છે કે સંસદમાં રજૂ થનારા વક્ફ સંશોધન બિલ પર સમગ્ર દેશના મુસ્લિમોની નજર છે ત્યારે લગભગ નવ લાખ એકર જમીન પર અનેક લોકો ગેરકાયદે કબજો જમાવીને બેઠા છે. અમારી પાર્ટી વક્ફ સંશોધન બિલનું સમર્થન કરશે.
આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુએ કહ્યું હતું કે દેશમાં ટીડીપીની સરકાર હંમેશા વક્ફ સંપત્તિનું રક્ષણ કરે છે અને આગળ જતા પણ રક્ષણ કરશે. જ્યારે સરકારે આદેશ જારી કર્યો હતો ત્યારે બિનજરુરી વિવાદ ઊભો થયો હતો, તેથી જ્યારે કોર્ટમાં કેસમાં કરવામાં આવ્યો ત્યારે વક્ફ બોર્ડે કામ કરવાનું બંધ કર્યું હતું.
આપણ વાંચો: Waqf Board Bill: આજે સંસદમાં વક્ફ બોર્ડ સંશોધન બિલ રજૂ થશે, આ મોટા ફેરફારો થશે
અમારી સરકાર આવે ત્યાં સુધીમાં નવા આદેશ પર રોક લગાવી હતી. જોકે, અમે વક્ફ બોર્ડની સંપત્તિનું રક્ષણ કરીશું તેમ જ વંચિત મુસ્લિમ પરિવારોના આર્થિક ઉત્થાનની દિશામાં પણ કામ કરીશું.
જેડીયુના નેતાઓના નિવેદન પછી હવે એ સ્પષ્ટ થયું છે કે આ બિલનું તેઓ સમર્થન કરશે. જેડેયુએ કહ્યું છે કે વિપક્ષ તરફથી મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરવામાં આવી રહી છે.
આ બિલમાં એવું કંઈ નથી કે તેનો વિરોધ કરવામાં આવે તેમ જ અધિકારો છીનવી લેવાની પણ વાત નથી. દરમિયાન એલજેપી (આર)ના પ્રમુખ ચિરાગ પાસવાને કહ્યું હતું કે આ બિલને લઈ વિપક્ષ ગેરમાર્ગે દોરે છે.