નેશનલ

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે Manish Sisodia ને સુપ્રીમ કોર્ટેમાંથી મળી આ મોટી રાહત

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે એક્સાઇઝ પોલિસી કેસ સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં જામીનની શરતો બદલવાની મનીષ સિસોદિયાની(Manish Sisodia)માંગને મંજૂર કરી છે. દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે મનીષ સિસોદિયાને મોટી રાહત મળી છે. જેમાં જામીનની શરતો અનુસાર તેને અઠવાડિયામાં બે વખત તપાસ એજન્સીઓની ઓફિસમાં હાજર રહેવું પડતું હતું. સિસોદિયાની વિનંતી પર કોર્ટે આજે આ શરત હટાવી હતી. જોકે, કોર્ટે સિસોદિયાને ટ્રાયલમાં નિયમિત હાજર રહેવા જણાવ્યું છે.

સિસોદિયાએ અદાલતનો આભાર માન્યો

મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને કોર્ટનો આભાર વ્યક્ત કર્યો છે. સિસોદિયાએ ટ્વિટમાં લખ્યું- સુપ્રીમ કોર્ટનો હૃદયપૂર્વક આભાર, જેણે જામીનની શરત હટાવીને રાહત આપી છે. આ નિર્ણય ન્યાયતંત્રમાં મારા વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે અને આપણા બંધારણીય મૂલ્યોની મજબૂતાઈ પણ દર્શાવે છે. હું હંમેશા ન્યાયતંત્ર અને બંધારણ પ્રત્યેની મારી ફરજોનું સન્માન કરીશ.

મનીષ સિસોદિયાની જામીનની શરતો હળવી

સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાની જામીનની શરતો હળવી કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયા પર બે વખત પોલીસ સ્ટેશનમાં હાજર થવાની શરતો પ્રતિબંધ મૂક્યો છે. અત્યાર સુધી તેમને અઠવાડિયામાં બે વાર પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડતું હતું. મનીષ સિસોદિયા દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ઘણા મહિના જેલમાં વિતાવ્યા બાદ હાલમાં જામીન પર બહાર છે.

મનીષ સિસોદિયાએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો

હાલમાં મનીષ સિસોદિયા દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. આ વખતે આમ આદમી પાર્ટીએ તેમને પટપરગંજની જગ્યાએ જંગપુરા સીટથી ટિકિટ આપી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ બેઠક પરથી આપ ફરી એકવાર જીતશે. જંગપુરા સીટના વર્તમાન ધારાસભ્ય પ્રવીણ કુમાર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button