નેશનલ

પાકિસ્તાનને જડબાતોડ જવાબ; સિયાલકોટમાં આતંકવાદી લોન્ચ પેડ ધ્વસ્ત કર્યું: BSF

નવી દિલ્હી: પાકિસ્તાને શુક્રવારે જમ્મુ અને કાશ્મીરથી લઈને ગુજરાત સુધી ભારતના 26 સ્થળો પર એકસાથે ડ્રોન હુમલા શરૂ કર્યા હતા. જો કે, ભારતીય સશસ્ત્ર દળોએ પોતાની મજબૂત હવાઈ સંરક્ષણ ક્ષમતાઓનું પ્રદર્શન કરતાં આ હવાઈ ખતરાને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો હતો. હુમલાના મુખ્ય લક્ષિત વિસ્તારોમાં જમ્મુ, સાંબા, રાજૌરી, ઉધમપુર, નગરોટા, અવંતીપોરા, રિયાસી, પૂંચ, અખનૂર અને પંજાબના પઠાણકોટ અને અમૃતસર જેવા ભાગોનો સમાવેશ થાય છે. ફિરોઝપુરમાં, જ્યારે પાકિસ્તાની ડ્રોનના કાટમાળનો ટુકડો એક ઘર પર પડ્યો ત્યારે ત્રણ નાગરિકો ઘાયલ થયા હતા.

સિયાલકોટ સ્થિત આતંકવાદી લોન્ચ પેડ ધ્વસ્ત

દરમિયાન, શુક્રવારે રાત્રે પાકિસ્તાન રેન્જર્સ દ્વારા કરવામાં આવેલા કારણ વગરના ગોળીબારના જવાબમાં એક નિર્ણાયક કાર્યવાહી કરતાં, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ જમ્મુના અખનૂર વિસ્તારની સામે પાકિસ્તાનના સિયાલકોટ જિલ્લાના લૂણી ખાતે સ્થિત એક આતંકવાદી લોન્ચ પેડને સંપૂર્ણપણે ધ્વસ્ત કરવાની પુષ્ટિ કરી છે.

S-400 એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી હોવાનો દાવો ખોટો

ભારતીય સેના પાકિસ્તાનની સેનાને જડબાતોડ જવાબ આપી રહી છે, જેનાથી પાકિસ્તાનની મેલી મુરાદ પર પાણી ફરી વળ્યું છે. આથી તે હવે ખોટા સમાચારો ફેલાવી રહ્યું છે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે JF-17 ફાઇટર જેટથી છોડવામાં આવેલી હાઇપરસોનિક મિસાઇલોએ આદમપુરમાં ભારતના S-400 એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી દીધી છે. જો કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ તેનો ખુલાસો કરતાં આ દાવાને ખોટો ગણાવ્યો હતો.

આ પણ વાંચો…પાકિસ્તાની હુમલામાં જમ્મુ-કાશ્મીરના અધિકારી સહિત 5નાં મૃત્યુ, સરહદ પર તણાવ યથાવત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button