નેશનલ

લગ્ન સમારંભમાં મધમાખીઓએ કર્યો હુમલો ને પછી…..

મધ્ય પ્રદેશના ગુનામાં એક લગ્ન સમારંભ મધમાખીઓના આતંકનો શિકાર થઇ ગયો અને ઘણા મહેમાનો ઘાયલ થયા. બે જણને તો આઇસીયુમાં દાખલ કરવા પડ્યા. મળતી વિગત મુજબ જ્યાં લગ્ન સમારોહ યોજાયો હતો એ સ્થળની આસપાસ ઘણા મધપૂડા હતા. મધમાખીઓએ જ્યારે લોકો પર હુમલો કર્યો તો લોકોમાં ભાગદોડ મચી ગઇ અને અરાજકતા ફેલાઇ ગઇ. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વાયરલ વીડિયોમાં એક મહેમાન જમીન પર સુઇ મધમાખીના હુમલાથી બચવાનો પ્રયાસ કરી રહ્યો છે. બીજો વ્યક્તિ દોડતો આવે છે અને જમીન પર પડેલા માણસ પર કપડું ફેંકે છે. આ ઘટના વાયરલ થયા બાદ બધા ચોંકી ગયા છે. એવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે આટલી બધી મધમાખી ક્યાંથી આવી.

ગુના ખાતે કસ્તુરી ગાર્ડનમાં લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રામલીલા સમિતિના અધ્યક્ષ પ્રમોદ અગ્રવાલની પુત્રીના ત્યાં લગ્ન હતા. સ્થળ બુક કરાવતી વખતે પણ મધમાખીઓ અંગે મેનેજમેન્ય સમક્ષ વાંધો વ્યક્ત કરવામાં આવ્યો હતો, પણ ત્યાર બાદ કોઇ કાર્યવાહી કરવામાં આવી નહતી. હવે એવું જાણવા મળ્યું છે કે ઘાયલોની સારવાર બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવશે.

મહત્વની વાત એ છે કે હોટલ મેનેજમેન્ટ દ્વારા બંને પરિવારોને સમાધાન કરવા જણાવવામાં આવ્યું હતું. હોટેલ મેનેજમેન્ટ દ્વારા મધપૂડાને દૂર કરવા માટે કોઇ પ્રયાસ કરવામાં આવ્યો નહોતો. આ કારણે પરિવારજનો પણ નારાજ છે અને મધમાખીના હુમલા માટે હોટલ મેનેજમેન્ટને જવાબદાર ઠેરવી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ