નેશનલ

વિરાટ કોહલીને કારણે 128 વર્ષ બાદ ક્રિકેટને મળ્યું ઓલિમ્પિકમાં સ્થાન

દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓ માટે ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ થવો એ આનંદના સમાચાર છે. 2028માં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવશે. પણ શું તમને ખબર છે કે આખરે આટલા વર્ષે આવું કઈ રીતે બન્યું અને આવું થવા માટે કોણ કારણભૂત છે? તો તમારા આ સવાલનો જવાબ છે કે આપણો ટીમ ઈન્ડિયાનો હોનહાર ખિલાડી વિરાટ કોહલી આ માટે કારણભૂત હોવાનું કહેવાય છે. ચાલો તમને જણાવીએ આ કઈ રીતે શક્ય બન્યું એ-

2028માં ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો એ પાછળ ઈન્ડિયન ક્રિકેટ ટીમના સ્ટાર પ્લેયર વિરાટ કોહલીનો મોટો હાથ છે. ઓલિમ્પિકના આયોજકોએ વિરાટ કોહલીએ દુનિયાભરના ખેલાડીઓ માટે આદર્શ હોવાનું જણાવ્યું હતું.


વિરાટ કોહલીના સોશિયલ મીડિયા પર 340 મિલીયન ફોલોઅર્સ છે અને સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફેન ફોલોઈંગ ધરાવતા ખેલાડીઓમાં વિરાટ કોહલી ત્રીજા નંબર પર છે. ફેન ફોલોઈંગની વાત આવે તો તેણે અમેરિકાના ત્રણ સુપરસ્ટાર લેબરોન જેમ્સ, ટોમ બ્રેડી અને ટાઈગર વૂડ્સને પણ પાછળ મૂકી દીધા છે અને આ જ બાબત ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવા માટે કારણભૂત સાબિત થઈ હતી.


પૂરા 128 વર્ષ બાદ ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. એશિયન ગેમ્સ બાદ ઓલિમ્પિકમાં ઈન્ડિયન ક્રિકેટ ટીમ ગોલ્ડ મેડલ મેળવશે એવી અપેક્ષા ભારતીય ક્રિકેટપ્રેમીઓ દ્વારા સેવાઈ રહી છે. ભારતમાં હાલમાં ચાલી રહેલાં વર્લ્ડકપની મેચમાં ટીમ ઈન્ડિયા એકદમ ફોર્મમાં છે. હાલમાં ચીનમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયાએ ગોલ્ડ મેડલ જિત્યો હતો.


વિરાટ કોહલીને કારણે ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હોય તો પણ 2028 સુધી વિરાટ કોહલી રમશે કે નહીં એ એક સવાલ છે. 2028 સુધી વિરાટ કોહલી રમતો હશે તો પણ ફાસ્ટ ક્રિકેટના ફોર્મેટમાં બહાર જતો રહ્યો હશે એવી પૂરેપૂરી શક્યતા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button