બરેલીમાં ભીષણ અકસ્માત: ટાયર ફાંટતાં કાર ડમ્પર સાથે અથડાઇ અને લાગી આગ: 8 ના મોત
બરેલી: ઉત્તર પ્રદેશના બરેલીમાં શનિવારે એક ભીષણ અકસ્માતમાં કારમાં આગ લાગતા મુસાફરી કરી રહેલા 8 લોકોનું બળીને મોત થયું છે. અકસ્માત થતાં કાર લોક થઇ ગઇ હતી. અને મુસાફરો આગમાં ફસાઇ ગયા હતાં. ફાયરબ્રિગેડ આગ ઓલવે તે પહેલાં જ કારમાં સવાર મુસાફરોનું મોત થયું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર આ અકસ્માત બરેલી-નૈનીતાલ હાઇ-વે પર શનિવારે રાત્રે 11 વાગે થયો હતો. મારુતી અર્ટીગા કારનું ટાયર ફાંટતાં તે ડિવાઇડર ઓળંગીને સામેની બાજુથી જઇ રહેલ ડમ્પર સાથે અથડાઇ હતી. અકસ્માત બાદ કાર લોક થઇ ગઇ અને એમા આગ લાગી હતી. જેને કારણે કારમાંથી મુસાફરી કરી રહેલાં આઠ લોકો દાઝી જતાં તેમનું મોત થયું હતું. મૃતકોમાં એક નાનું બાળક પણ છે.
અકસ્માતની જાણ થતાં જ એસએસપી બરેલી અને આયજી બરેલી રેંજ ડો. રાકેશ કુમાર સહિત પોલીસ જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. ફાઇયર બ્રીગેડના જવાનોએ અથાગ પ્રયત્ન બાદ આગ ઓલવી હતી. જોકે ત્યાં સુઝી કારમાંથી મુસાફરી કરી રહેલા લોકોનું મોત થયું હતું. ત્યાર બાદ તમામ મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતાં. મૃતકોમાંથી ત્રણની ઓળખ પોલીસ કરી શકી છે. આ અંગે મળતી વિગતો મુજબ કારમાં સવાર લોકો એક લગ્ન પ્રસંગેથી ઘરે પાછા ફરી રહ્યાં હતાં. દરમીયાન આ અકસ્માત થયો હતો. અકસ્માતની જાણ થતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ હતી.