Bank Locker Holder’s માટે આવ્યા Good News, હવે કરી શકશે આ ખાસ કામ…

મુંબઈ/નવી દિલ્હીઃ આપણામાંથી અનેક લોકો મહત્ત્વની વસ્તુઓ અને જ્વેલરી વગેરે સાચવીને રાખવા માટે બેંકમાં લોકર (Bank Locker) ભાડે રાખે છે, જો બેંકમાં તમારું પણ લોકર છે તો આ સમાચાર તમારા માટે જ છે. હવે એક કરતાં વધારે વ્યક્તિઓએ જો બેંકમાં લોકર ભાડે રાખ્યું કે તો આવા લોકો બેંક લોકરના એક્સેસ માટે એક કે એથી વધુમાં વધુ તાર લોકોને નોમિની તરીકે રાખી શકે છે. કેન્દ્ર સરકાર સંસદમાં આ માટે બિલ પસાર કરીને આ નવો નિયમ બનાવવા જઈ રહી છે. શુક્રવારે રાજ્ય કક્ષાના નાણા ખાતાના પ્રધાન પંકજ ચૌધરીએ લોકસભામાં બેંકિંગ લો અમેડમેન્ટ એક્ટ 2024માં રજૂ કર્યો છે, જેમાં આ જોગવાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચો: જયપુરના આ લોકરમાંથી અધધધ…. સોનું અને રૂપિયા નીકળી રહ્યા છે કરોડોની રોકડ અને સોનું મળી આવ્યું
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949ના સેક્શન 45ZEના પ્રસ્તાવ મુજબ જો એક કે એનાથી વધુ વ્યક્તિ બેંકમાં લોકર ભાડે રાખ્યું છે જે સેફ ડિપોઝિટ વોલ્ટમાં આવેલું છે કે કોઈ બીજી જગ્યાએ આવેલું છે તો તેને એક કે ચાર લોકોને નોમિની બનાવી શકાશે. આ નવા સુધારાને કારણે બેંક લોકર ભાડે રાખનાર એક કે તમામ વ્યક્તિને નિધન બાદ બેંક નોમિનીમાં રહેલાં વ્યક્તિને લોકર ખોલવા માટેની પરવાનગી આપશે.
બિલમાં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર એકથી વધુ લોકોને વારાફરતી નોમિની કરી શકાય છે, પણ એક સમયમાં એક જ વ્યક્તિને નોમિની માન્ય રહેશે, જ્યાં સુધી તે જીવંત છે. પહેલાં નોમિનીના મૃત્યુ બાદ બીજા નોમિનીનું નોમિનેશન જ અસ્તિત્વમાં આવે છે. ટૂંકમાં જે ઓર્ડરમાં નોમિનીના નામ હશે એ જ ઓર્ડરમાં નોમિની માન્ય રહેશે.
આ પણ વાંચો: શું લોકરમાં રાખેલી રોકડ રકમ પર વીમો મેળવી શકાય? બેન્ક લોકરના શું છે નિયમો, જાણો અહીં
આ ઉપરાંત આ બિલમાં એવી જોગવાઈ પણ કરવામાં આવી છે કે બેંકમાં ખાતાધારકો એક કરતાં વધુ ચાર લોકો નોમિની બનાવી શકાય છે, પણ ખાતાધારક ચારથી વધુ નોમિની નહીં બનાવી શકે. ખાતાધારકે દરેક નોમિનીના નામની સાથે સાથે જ ડિપોઝિટના રકમનો જેટલો શેર આપવાનો રહેશે એની પણ જાહેરાત કરવી પડશે.