Bank Holidays November 2025: નવેમ્બર મહિનામાં આટલા દિવસ બેંકો રહેશે બંધ, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

ઓક્ટોબર મહિનામાં તો તહેવારોની ભરમાર હતી એટલે બેંક હોલીડેની ભરમાર હતી અને હવે ટૂંક સમયમાં જ નવેમ્બર મહિનો શરૂ થઈ જશે. આમ તો નવેમ્બર મહિનામાં ખાસ કોઈ તહેવારો નથી, પરંતુ તેમ છતાં નહીં નહીં કરીને આ મહિનામાં પણ 10 દિવસ તો બેંકોમાં કામકાજ બંધ રહેશે, એવી માહિતી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જો તમે પણ આવતા મહિને બેંકિંગના કામ પતાવવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા દર મહિને બેંક હોલીડેની યાદી બહાર પાડવામાં આવે છે અને આ રજાઓ જે તે રાજ્યના તહેવારો અને ઉત્સવ પ્રમાણે હોય છે. નવેમ્બરમાં મહિનામાં પણ દેશભરમાં 10 દિવસ સુધી બેંકોમાં રજા રહેશે. બેંકિંગ એક્સપર્ટ્સના મતે આ રજાઓ દરમિયાન ડિજિટલ અને ઓનલાઈન સર્વિસ ચાલું જ રહેશે. ચાલો જોઈએ નવેમ્બર મહિનામાં ક્યારે ક્યારે બેંકો બંધ રહેશે-
નવેમ્બરમાં આ તારીખે રહેશે બેંકોમાં રજા-
- પહેલી નવેમ્બર, 2025ના કન્નડ રાજ્યોત્સવ તેમ જ ઈગાસ-બાઘવાલ ઉત્સવને કારણે બેંગ્લોર તેમ જ દહેરાદૂનમાં બેંકોમાં રજા રહેશે
- બીજી નવેમ્બરના રવિવારના દિવસે દેશભરમાં બેંકો બંધ રહેશે
- પાંચમી નવેમ્બરના ગુરુનાનક જયંતિ, કાર્તિકી પૂર્ણિમા અને રાહસ પૂર્ણિમાને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે
- સાતમી નવેમ્બરના રોજ વાંગલા ફેસ્ટિવલને કારણે શિલોંગમાં બેંકમાં રજા રહેશે
- આઠમી નવેમ્બરના બીજા શનિવારને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે
- 9મી નવેમ્બરના રવિવારે નિમિત્તે બેંકો બંધ રહેશે
- 16મી નવેમ્બરના રવિવારે હોવાને કારણે દેશભરની બેંકો બંધ રહેશે
- 22મી નવેમ્બરના ચોથા શનિવારને કારણે દેશભરમાં બેંકોમાં રજા રહેશે
- 23મી નવેમ્બરના રવિવારને કારણે તમામ બેંકો બંધ રહેશે
- 30મી નવેમ્બરના રવિવારના રોજ દેશભરમાં બેંકોમાં રજા રહેશે
આ રજાઓની તમારા પર શું અસર થશે?
આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી આ રજાઓની તમારા પર શું અસર જોવા મળશે એની વાત કરીએ તો આ દિવસોમાં તમે ચેક ક્લિયરન્સ, પાસબુક અપડેટ, કેશ હેન્ડલિંગ જેવા કામ નહીં કરી શકશો. જ્યારે મોબાઈલ એપ, નેટ બેકિંગ કે એટીએમની મદદથી તમે તમારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન પૂરા કરી શકશો.



