નેશનલ

જાન્યુઆરી મહિનામાં આટલા દિવસ બેંક રહેશે બંધ, વાંચી લેશો તો ફાયદામાં રહેશો…

ટૂંક સમયમાં જ 2025નું વર્ષ વિદાય લેશે અને 2026નું નવું નકોર વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. દર મહિનાની જેમ જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મંથલી હોલિડેની યાદી બહાર પાડી છે. જાન્યુઆરી, 2025માં આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર 16 દિવસ બેંકમાં રજા રહેશે. જો તમે પણ આવતા મહિને બેંક સબંધિત કામકાજ પતાવવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર પહેલાં વાંચી લો, જેથી તમારે કોઈ હાલાકી ભોગવવાનો વારો ના આવે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દર મહિને બેંક હોલિડેની યાદી બહાર પાડવામાં આવે છે, જેથી નાગરિકોને કોઈ પણ પ્રકારની હાલાકી ના ભોગવવી પડે. જોકે, આ રજાઓ રાજ્ય અને શહેર પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. ચાલો નજર કરીએ કે જાન્યુઆરી, 2026માં ક્યારે ક્યારે બેંક બંધ રહેશે-

જાન્યુઆરીમાં આ દિવસે રહેશે બેંકમાં રજા-

  1. પહેલી જાન્યુઆરી, 2026 ગુરુવારે નવા વર્ષ, ગાનનાગાઈ નિમિત્તે આઇઝોલ, ચેન્નઈ, ગેંગટોક, ઈમ્ફાલ, ઈટાનગર, કોહિમા, કોલકતા, શિલોંગમાં બેંક બંધ રહેશે
  2. બીજી જાન્યુઆરી, 2026ના શુક્રવારે નવા વર્ષ ઉત્સવ અને મનમા જયંતિ નિમિત્તે આઈઝોલ, કોચ્ચિ અને તિરુવનંતપૂરમ ખાતે બેંક બંધ રહેશે
  3. ત્રીજી જાન્યુઆરી, 2026ના શનિવારે હઝરત અલી જયંતિ નિમિતે લખનઉ ખાતે બેંક હોલિડે રહેશે
  4. ચોથી જાન્યુઆરી, 2026ના રવિવારે આખા દેશભરમાં બેંકમાં કામકાજ બંધ રહેશે
  5. 10મી જાન્યુઆરી, 2026ના બીજો શનિવાર હોવાથી દેશભરમાં બેંકમાં કામકાજ બંધ રહેશે
  6. 11મી જાન્યુઆરી, 2026ના રવિવારના દિવસે દેશભરની બેંકમાં રજા રહેશે
  7. 12મી જાન્યુઆરી, 2026ના સોમવારે સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે કોલકાતામાં બેંક બંધ રહેશે
  8. 14મી જાન્યુઆરી, 2026ના બુધવારે મકર સંક્રાંતિ, માઘ બીહુ હોવાથી અમદાવાદ, ઈટાનગર, ભુવનેશ્વર અને ગુવાહાટી ખાતે બેંકમાં રજા રહેશે
  9. 15મી જાન્યુઆરી, 2026ના ગુરુવારે પોંગલ, ઉતરાયણ, પુણ્યકાળ હોવાથી બેંગ્લોર, ચેન્નાઈ, ગેંગટોક, હૈદરાબાદ અને વિજયવાડામાં બેંકમાં રજા રહેશે
  10. 16મી જાન્યુઆરી, 2026 શુક્રવારે થિરૂવેલીવર દિવસ નિમિત્તે ચેન્નઈમાં બેંકમાં રજા રહેશે
  11. 17મી જાન્યુઆરી, 2026ના શનિવારે ઉઝવર તિરુનલ નિમિત્તે ચેન્નઈમાં બેંકમાં કામકાજ બંધ રહેશે
  12. 18મી જાન્યુઆરી, 2026ના રવિવાર હોવાથી બેંકમાં રજા રહેશે
  13. 23મી જાન્યુઆરી, 2026ના શુક્રવાર નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતી અને વસંત પંચમી નિમિત્તે અગરતલા, ભુવનેશ્વર અને કોલકાતા ખાતે બેંકમાં રજા રહેશે
  14. 24મી જાન્યુઆરી, 2026ના ચોથા શનિવારે દેશભરમાં બેંકમાં કામકાજ બંધ રહેશે
  15. 25મી જાન્યુઆરી, 2026ના રવિવાર હોવાથી બેંકમાં રજા રહેશે
  16. 26મી જાન્યુઆરી, 2026ના ગણતંત્ર દિવસ નિમિત્તે દેશભરમાં બેંકમાં કામકાજ બંધ રહેશે

આ રજાની તમારા પર શું અસર જોવા મળશે?

આજના ડિજિટલ વર્લ્ડમાં બેંક હોલિડેના દિવસે પણ ખાતાધારકો નેટ બેંકિંગ અને ઇન્ટરનેટ બેંકિંગના માધ્યમથી સરળતાથી ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરી શકે છે. આ સિવાય એનઈએફટી અને આરટીજીએસ અને યુપીઆઈના માધ્યમથી પણ ખાતાધારક ઓનલાઈન પેમેન્ટ કરી શકે છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button