
આજકાલના મોંઘવારીના જમાનામાં સેવિંગ્સ કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે, પરંતુ રોકાણ કરતી વખતે ક્યાં રોકાણ કરવું વધારે ફાયદાકારક રહેશે એ જાણી લેવું એટલું જ મહત્ત્વનું છે. પરંતુ કઈ રીતે? ચાલો અમે તમારી થોડી મદદ કરી દઈએ.
તમે પણ તમારા ફ્યુચરને સિક્યોર કરવા માટે સેવિંગ્સ કરવા માંગો છો તો અમે અહીં તમારા માટે પાંચ એવી બેંકના ફિક્સ્ડ ડિપોઝિટ પર આપવામાં આવતા ઈન્ટરેસ્ટ રેટની માહિતી લઈને આવ્યા છીએ જે તમને બેસ્ટમાં બેસ્ટ ઈન્ટરેસ્ટ ઓફર કરે છે.
દેશની મોટાભાગની બેંકોમાં જ્યા એફડી પર ઓછું વ્યાજ આપવામાં આવે છે ત્યાં આ પાંચ બેંક તમને 9 ટકા સુધીનું વ્યાજ ઓફર કરે છે. આવો જોઈએ કઈ છે આ બેંક-
નોર્થ ઈસ્ટ સ્મોલ ફાઈનાન્સ બેંકઃ આ બેંકમાં જો તમે ત્રણ વર્ષ માટે એફડી કરાવો છો તો તમને 9 ટકા જેટલું વ્યાજ આપવામાં આવે છે.
સૂર્યોદય સ્મોલ ફાઈનાન્શિયલ બેંકઃ આ બેંકમાં પણ જ્યારે ત્રણ વર્ષ માટે એફડી કરાવો છો તો તમને એની પર 8.6 ટકા ટકાનું વ્યાજ ચૂકવવામાં આવે છે.
ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંકઃ ઉપરની બંને બેંકની જેમ જ આ બેંકમાં પણ જો તમે 3 વર્ષ માટે એફડી કરાવશો તો 8.5 ટકા સુધીનું વ્યાજ ચૂકવવામાં આવે છે.
જના સ્મોલ ફાઈનાન્શિયલ બેંકઃ જના સ્મોલ ફાઈનાન્શિયલ બેંકમાં પણ ત્રણ વર્ષ માટે એફડી કરાવવા પર આશરે 8.25 ટકા વ્યાજ આપવામાં આવે છે.
યુનિટી સ્મોલ ફાઈનાન્સ બેંકઃ પાંચમી અને છેલ્લી બેંક એટલે યુનિટી સ્મોલ ફાઈનાન્સ બેંકમાં પણ ત્રણ વર્ષ માટે એફડી કરાવશો તો 8.15 ટકાનું વ્યાજ ચૂકવવામાં આવે છે.