![Meghalaya imposes curfew on Bangladesh border all BSF units on high alert](/wp-content/uploads/2024/08/BSF.webp)
પશ્ચિમ બંગાળની બોર્ડર પાસેથી ભારતમાં દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહેલા બાંગ્લાદેશી ઘુસણખોરોએ બુધવારે સવારે આ વિસ્તારમાં પહેરો ભરી રહેલા બીએસએફ (બૉર્ડર સિક્યોરિટી ફોર્સ)ના જવાનો પર હુમલો કરી દીધો હતો, જેમાં એક જવાન ઘાયલ થયો હોવાના સમાચાર જાણવા મળ્યા છે. ઘુસણખોરો મોટી સંખ્યામાં હતા અને તેમની પાસે લાકડી હતી.
Also read : વેલેન્ટાઇન વીકમાં રાષ્ટ્રપતિ ભવનમાં પહેલી વાર રેલાશે શરણાઇના સૂર, જાણો કોનો છે સ્વયંવર
તેમની પાસે વાયર કટર પણ હતા, મતલબ કે તેઓ ઘુસણખોરીની પૂરી તૈયારી સાથે આવ્યા હતા. જ્યારે બીએસએફના જવાનોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે જવાનો પર હુમલો જ કરી દીધો હતો.
મળતી માહિતી મુજબ આ ઘટના પ. બંગાળના દ. દિનાજપુર નજીક આવેલા મલિકપુર ગામમાં બની હતી. અહીં બાંગ્લાદેશના કેટલાક લોકોએ ગેરકાયદે દાણચોરી અને ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. બીએસએફના જવાનોએ તેમને જોયા હતા અને તેમને આગળ નહીં વધવા જણાવ્યું હતું અને બિનઘાતક ગોળીબાર પણ કર્યા હતા. પણ બાંગ્લાદેશીઓએ તેમનો પ્રતિકાર ચાલુ જ રાખ્યો હતો અને બીએસએફના જવાનો પર હુમલો જ કરી દીધો હતો.
તેમણે બીએસએફના જવાનોને ઘેરી લઇ તેમની બંદૂક છિનવવાનો પ્રયાસ કર્યો હતો. તેમની સાથેની ઝપાઝપીમાં એક જવાન ઘાયલ થયો હતો. જાનનું જોખમ સમજીને બીએસએફને સ્વબચાવ માટે ગોળીબાર કરવાની ફરજ પડી હતી, જેને કારણે બદમાશો ભાગી ગયા હતા. ઘાયલ જવાનને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
Also read : દેશમાં માંસાહાર પર લાગે પ્રતિબંધ, UCCના સમર્થનમાં આવ્યા શત્રુધ્ન સિંહા
થોડા સમય બાદ જ્યારે આ વિસ્તારની તપાસ કરવામાં આવી ત્યારે ત્યાંથી હથિયારો, વાયર કટરો અને લાકડીઓ મળી આવી હતી. જોકે, આ પહેલી વાર નથી જ્યારે બાંગ્લાદેશીઓએ ભારતમાં ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હોય. અગાઉ પણ તેઓ આવા પ્રયાસો કરી ચૂક્યા છે.