ઉસ્માન હાદીનાં હત્યારા સરહદ ઓળંગી ભારતમાં છુપાયા! બાંગ્લાદેશના દાવા અંગે ભારતની સ્પષ્ટતા…

શિલોંગ: ઢાકામાં ઇન્કિલાબ મંચના 32 વર્ષીય યુવા નેતા ઉસ્માન હાદીની હત્યા બાદ બાંગ્લાદેશમાં ફરી રાજકીય હિંસા ફાટી નીકળી છે. એવામાં ઢાકા મેટ્રોપોલિટન પોલીસે દાવો કર્યો છે કે હાદીની હત્યાના આરોપીઓ સરહદ પાર કરીને ભારતના મેઘાલય રાજ્યના તુરુ શહેરમાં પહોંચી ગયા છે, મેઘાલય પોલીસ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ(BSF)એ આવા તમામ દાવા ફગાવી દીધા છે.
BSFનાં એક વરિષ્ઠ અધિકારી એ જણાવ્યું કે, બાંગ્લાદેશ મીડિયા તરફથી ખોટી માહિતી શેર કરવામાં આવી રહી છે, જે લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. આવી ખોટી માહિતીને કારણે ભારતના સંવેદનશીલ સરહદી રાજ્ય મેઘાલયમાં શાંતિ અને વ્યવસ્થાને ખલેલ પહોંચી શકે છે.
બાંગ્લાદેશી અખબારનો દાવો:
નોંધનીય છે કે બાંગ્લાદેશના એક પ્રમુખ અખબારે ઢાકા મેટ્રોપોલિટન પોલીસ અધિકારીઓને ટાંકી જણાવ્યું હતું કે હાદીની હત્યાના બે આરોપીઓ ફૈઝલ કરીમ મસુદ અને આલમગીર શેખ હલુઆઘાટ સરહદથી ભારતમાં પ્રવેશ્યા હતાં અને હાલ મેઘાલયમાં તેમને આશ્રય આપવામાં આવી રહ્યો છે.

મેઘાયલ પોલીસે દાવા ફગાવ્યા:
મેઘાયલ પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ બાંગ્લાદેશના અખબારના આ દાવાને ખોટો અને પાયા વિહોણો ગણાવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે બાંગ્લાદેશ પોલીસ તરફથી કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી. ગારો હિલ્સમાં આવા કોઈ ઘૂસણખોરોની હાજરીની જાણ થઇ નથી.
ભારતીયોએ કરી મદદ?
બાંગ્લાદેશી અખાબરમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ બાદ મેઘાયલમાં આરોપીઓને પૂર્તિ નામના કોઈ શખ્સે મદદ કરી હતી, સામી નામનો ટેક્સી ડ્રાઈવર બંનેને તુરા શહેરમાં લઈ ગયો હતો.
મેઘાલય પોલીસે જણાવ્યું કે પૂર્તિ કે સામી નામના કોઈ શખ્સની ઓળખ થઇ નથી. ભારતીય અધિકારીઓ સાથે ચકાસણી કર્યા વગર આવા ખોટા દવા કરવામાં આવી રહ્યા છે.
અગાઉ પણ ખોટા દાવા કરવામાં આવ્યા હતાં:
નોંધનીય છે કે અગાઉ પણ બાંગ્લાદેશી મીડિયા ખોટા અહેવાલો ચલાવવામાં આવ્યા હતાં. બે અઠવાડિયા પહેલા એવો કરવામાં આવ્યો હતો કે BSF એ બે બાંગ્લાદેશી ઘૂસણખોરોને ગોળી મારી હતી.
ભરતીય સેનાએ તપાસ કરીને આ દવા નકારી કાઢ્યા હતાં.

કોણ હતો ઉસ્માન હાદી?
ગયા વર્ષે જુલાઈમાં શેખ હસીના સરકાર વિરુદ્ધ થયેલા પ્રદર્શનોમાં વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીએ મહત્વની ભૂમિકા ભજવી હતી, તે ‘ઇન્કિલાબ મંચ’ સંગઠનનો પ્રમુખ હતો.
આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં બાંગ્લાદેશમાં ચૂંટણી યોજવાની છે, હાદી ઢાકા-8 મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો હતો.
આ પણ વાંચો…બાંગ્લાદેશમાં ઉસ્માન હાદીની હત્યા ચૂંટણી વિલંબિત કરવા કરાઈ, હાદીના ભાઈનો આક્ષેપ…
ગત 12 ડિસેમ્બરના રોજ તે ઢાકાના વિજયનગર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યો હતો ત્યારે મોટરસાઇકલ પર આવેલા બે હુમલાખોરોએ તેના પર ગોળીઓ ચલાવી હતી. તેને સારવાર માટે સિંગાપોર લઈ જવામાં આવ્યો હતો, જ્યાં 18 ડિસેમ્બરના રોજ તેનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ બાંગ્લાદેશમાં ફરી વ્યાપક હિંસા ફાટી નીકળી હતી.



