ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

બાંગ્લાદેશમાં હિંસાને કારણે મૃતક સંખ્યા 440, આર્મીમાં ફેરફાર

હસીનાની પાર્ટીના નેતાઓની હાલત કફોડી, આગજનીના વીડિયો વાઈરલ
ઢાકાઃ
બાંગ્લાદેશમાં અનામતના વિરોધમાં શેખ હસીનાએ સત્તા ગુમાવી છે, ત્યાર બાદ પોતાનો દેશ છોડી દીધો છે, પરંતુ પોતાની પાર્ટીના નેતાઓની કફોડી હાલત બની રહી છે. વિરોધ પ્રદર્શનો કરનારા સતત શેખ હસીનાની પાર્ટીના નેતાઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે, જેમાં સેંકડો લોકોનાં મોત થયા છે. વિરોધ પ્રદર્શન કરનારા સામે કાર્યવાહી કરતા 11,000 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

બાંગ્લાદેશમાં સંકટ વચ્ચે આર્મીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આર્મીમાં મેજર જનરલ જિયાઉલ અહસનને હટાવવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ જનરલ મહોમ્મદ સૈફુલ આલમને વિદેશ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. લેફ્ટનન્ટ જનરલ મહોમ્મદ મોજિબુર રહેમાનને જીઓસી સેના શિક્ષણ અને સિદ્ધાંત કમાન, લેફ્ટનન્ટ જનરલ અહેમદ તબરેજ શમ્સ ચૌધરીને સેનાના ક્વાર્ટરમાસ્ટર જનરલ, લેફ્ટનન્ટ જનરલ મિઝાનુર રહેમાન શમીનને આર્મીના જનરલ સ્ટાફના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં સત્તાપલટા પછી હિન્દુઓ ‘અ-સુરક્ષિત’: મંદિરો, ગુરુદ્વારામાં તોડફોડ

હોટેલને આગ ચાંપી, 25 લોકોનાં મોત

બાંગ્લાદેશમાં એક ઈન્ડોનેશિયાના નાગરિક સહિત ઓછામાં ઓછા 25 લોકોનાં મોત અને 100થી વધુ લોકોને ઈજા પહોંચી છે. ભીડ દ્વારા હોટેલને આગ ચાંપવામાં આવતા આગમાં પચીસેક લોકો ભોગ બન્યા હતા. શેખ હસીનાએ વડા પ્રધાનપદેથી રાજીનામું આપીને દેશ છોડીને જતા રહ્યા હતા ત્યારે લોકોએ ઠેરઠેર આગ ચાંપી હતી.

સોમવારે રાતના ભીડે જોશોર જિલ્લાના જિલા આવામી લીગના મહાસચિવ શાહીન ચક્કલધરની આગેવાની હેઠળના ઝબેર ઈન્ટરનેશનલ હોટેલમાં આગ લગાવી હતી, જેમાં 25 લોકો મોતને ભેટ્યાં. આ ઘટનામાં મૃતકમાં મોટા ભાગના લોકો હોટેલમાં રોકાયેલા ભોગ બન્યા હતા. આ આગના વીડિયો પણ વાઈરલ થયા પછી લોકોએ પ્રદર્શનીઓની હેવાનિયતની ટીકા કરી હતી.

અવામી લીગના નેતા-કાર્યકરો હિંસાનો શિકાર

જનરલ હોસ્પિટલમાં મૃતકની સંખ્યા 25 કરવામાં આવી છે, જ્યારે એક જણનો બચાવ થયો છે. આમ છતાં હજુ કાટમાળમાં અન્ય લોકો હોવાની શંકા છે. મીડિયાના અહેવાલ અનુસાર અવામી લીગ સરકારનો વિરોધ કરનારા લોકની ભીડે હોટેલના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લગાવી દીધી હતી, જે ઝડપથી આગ અન્ય ફ્લોર પર ફેલાી હતી. અવામી લીગના નેતાઓ અને કાર્યકર્તાઓના રહેઠાણો અને ઔદ્યોગિક વસાહતો પર લૂંટફાટ કરીને તોડફોડ અને આગ લગાવવાના બનાવો નોંધાયા હતા.

આ પણ વાંચો: બાંગ્લાદેશ સત્તાપલટો : રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને સંસદને કરી ભંગ

હિંસામાં 500થી વધુ લોકો ઘાયલ

સોમવારે બાંગ્લાદેશમાં ઢાકા સહિત અન્ય શહેરોમાં થયેલી હિંસામાં 109 લોકો માર્યા ગયા હતા, જ્યારે એના પહેલા રવિવારે 98 લોકોના મોત થયા હતા. રવિવારે મધરાતે આગજની અને લૂંટફાટ કરવાના કિસ્સામાં બીજા 16 લોકોએ જીવ ગુમાવ્યા હતા. રવિવારે કુલ 114 લોકોનાં મોત થયા હતા. 16 જુલાઈથી પાંચમી ઓગસ્ટ સુધીમાં 21 દિવસમાં કુલ મૃતકની સંખ્યા 440 થઈ છે, જ્યારે 500થી વધુ લોકો ઘાયલ થયા છે.

પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો

બાંગ્લાદેશમાં સરકાર વિરોધી પ્રદર્શનોમાં મૃતકની સંખ્યા વધીને 440 થઈ છે. સોમવારે હિંસાને કારણે 100થી વધુ લોકોનાં મોત થયા હતા. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે આર્મી સક્રિય છે. મંગળવારે એકંદરે પરિસ્થિતિ પર નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો છે. પોલીસ અને આર્મી દ્વારા કૂચ કરવાને કારણે ઢાકામાં બસ અને જાહેર પરિવહન સેવા ચાલુ રહી હતી, જ્યારે સ્થાનિક દુકાનદારો દુકાનો ખોલી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
શું તમે પણ પ્લાસ્ટિક ટૂથબ્રશ વાપરો છો? 38ની કમરને બનાવવી છે 28ની? બસ ફોલો કરો આ ધાસ્સુ ટિપ્સ… ઑલિમ્પિક્સમાં વિશ્ર્વના પાંચ ફાસ્ટેસ્ટ પુરુષ દોડવીરો કોણ? ચાલો ઝડપથી એક નજર કરી લઈએ.. રાત્રે કરવામાં આવતી આ ભૂલોને કારણે વધે છે વજન