ટોપ ન્યૂઝનેશનલ

બાંગ્લાદેશમાં હિંદુઓ પર નથી અટકી રહી હિંસા, હિંદુ અગ્રણીનું અપહરણ કરી માર મારીને હત્યા

નવી દિલ્હી : બાંગ્લાદેશમાં હિંદુઓ પર સતત વધી રહેલી હિંસા બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તણાવ વધી રહ્યો છે. જોકે, ભારત સરકાર દ્વારા વારંવારની અપીલ બાદ પણ હિંદુઓ પર અત્યાચાર વધી રહ્યા છે. જેમાં હવે ઉત્તર બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લામાં હિન્દુ સમુદાયના એક અગ્રણી નેતાનું તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું. તેની બાદ તેમને નિર્દયતાથી માર મારીને હત્યા કરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

આ હત્યા અંગે પોલીસના જણાવ્યા અનુસાર, હિન્દુ નેતા ભાવેશ ચંદ્ર રોયનું તેમના ઘરેથી અપહરણ થયાના થોડા કલાકો પછી ગુરુવારે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. રોય બાંગ્લાદેશ પૂજા ઉદ્જાપન પરિષદના બિરલ એકમના ઉપપ્રમુખ હતા અને આ વિસ્તારના હિન્દુ સમુદાયમાં તેમનો પ્રભાવ હતો.

તેમને નિર્દયતાથી માર મારવામાં આવ્યો

જ્યારે મૃતક ભાવેશ ચંદ્ર રોયની પત્ની શાંતાના જણાવ્યા અનુસાર, તેઓ ગુરુવારે તેમના ઘરે હતા અને તેમને સાંજે લગભગ 4:30 વાગ્યે ફોન આવ્યો હતો. તેની બાદ તેમનું અપહરણ કર્યું હતું અને નજીકના ગામમાં લઈ ગયા હતા. જ્યાં તેમને નિર્દયતાથી માર મારવામાં આવ્યો. તેનો બાદ હુમલાખોરો ભાવેશને એક વાનમાં લાવ્યા અને તેમને ઘરની બહાર ફેંકી દીધા હતા.

આ પણ વાંચો: વક્ફ કાયદા હિંસા મુદ્દે બાંગ્લાદેશની ટિપ્પણી પર ભારતનો જડબાતોડ જવાબ, કહ્યું સ્વીકાર્ય નથી

ડોક્ટરોએ રોયને મૃત જાહેર કર્યા હતા

પરિવારના સભ્યોએ રોયને ઘરની બહાર પડેલો જોયો કે તરત જ તેઓ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડોક્ટરોએ રોયને મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે કહ્યું કે અમે આરોપીઓને શોધી રહ્યા છીએ. તેમણે કહ્યું કે પોલીસ શંકાસ્પદોની ઓળખ કરવા અને ધરપકડ કરવા કાર્યરત છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશે ભારતથી આયાત થતા યાર્ન પર પ્રતિબંધ મૂક્યો, નિકાસકારો આત્મઘાતી નિર્ણય ગણાવ્યો…

બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા પર પ્રશ્નાર્થ

ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન બાદ યુનુસ સરકારના કાર્યકાળમાં હિંદુઓ પર સતત હુમલા વધ્યા છે. જેમાં અનેક હિંદુ મંદિરો પર હુમલા તોડફોડ અને પૂજારીઓની ધરપકડના કિસ્સા પણ વધ્યા છે. તેમજ હિંદુઓ પર હુમલા અને હત્યાની ઘટનાઓ અટકાવાનું નામ નથી લઇ રહી. ત્યારે આ પ્રકારના હુમલાથી ફરી એકવાર બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા પર પ્રશ્નાર્થ ઉભા થયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button