
ઢાકાઃ બાંગ્લાદેશમાં પરિસ્થિતિ અત્યારે સરકારના કાબૂ બહાર થઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી ઢાકામાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. ખાસ કરીને ઉસ્માની હાદીના મોત પછી હિંસા વધી ગઈ છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને હિંસા કરી રહ્યાં છે. આ પ્રદર્શન બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓની નવી પાર્ટી ઇન્કિલાબી મોરચા, નેશનલ સિટીઝન પાર્ટી અને જમાતે-એ-ઇસ્લામી સામેલ હોવાનું સૂત્રો દ્વાર જાણવા મળ્યું છે. આ સાથે થોડા દિવસો પહેલા હાદીએ ગ્રેટર બાંગ્લાદેશનો એક નવો નકશો બનાવ્યો હતો, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભારત ઉત્તર-પૂર્વ, બંગાળ અને બિહાર પર કબજો કરશે.
- હિંદુઓ પર થઈ રહ્યા છે હુમલાઓ
બાંગ્લાદેશમાં હિંદુઓની સંખ્યા ઓછી છે, અત્યારે હિંદુઓ પર હુમલાની ઘટના સતત વધી રહી છે. જે ભારત માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. ખાસ કરીને વાત આવે તો, સેનાના શાસનમાં હિંદુઓ પ્રમાણમાં સુરક્ષિત હતા, પરંતુ વચગાળાની સરકારે જમાત-એ-ઇસ્લામી જેવા કટ્ટરપંથી જૂથોનો પ્રભાવ વધી રહ્યો છે. સંસદીય સમિતિના અહેવાલમાં મે 2025 સુધીમાં 2,446 હુમલા નોંધાયા હતા, જેમાં મંદિરો અને હિંદુઓ ઘરોને નિશાન બનાવવામાં આવ્યાં છે. જેના કારણે ઢાકા, ચિત્તાગોંગ અને ખુલનામાં રહેતા હિંદુ પરિવારોએ ત્યાંથી ભાગી જવું પડ્યું હતું.

- ઘૂસણખોરી અને આતંકવાદનો ભય
બાંગ્લાદેશમાં અશાંતિને કારણે ઘૂસણખોરી અને આતંકવાદનો ખતરો વધ્યો છે, જે ભારત માટે એક મોટો ખતરો સાબિત થઈ શકે તેમ છે. 2025ની વાત કરવામાં આવે તો, ભારત-બાંગ્લાદેશ સરહદ પર 1,104 ઘૂસણખોરીના પ્રયાસો થયા હતા અને 2,556 ધરપકડો થઈ હતી. અસ્થિરતાને કારણે ISI દ્વારા સમર્થિત JMB જેવા જૂથો સક્રિય થયા હોવાના પણ અહેવાલો મળ્યાં હતાં. ઉત્તરપૂર્વમાં બળવાખોર જૂથો પગપેસારો કરી શકે છે. સરહદ પર દાણચોરી અને આતંકવાદ વધ્યો છે. ભારત દ્વારા બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
- ચીન-પાકિસ્તાને પણ બાંગ્લાદેશમાં ઘેરાબંદી કરી
બાંગ્લાદેશમાં ચીન-પાકિસ્તાનનો પ્રભાવ પણ વધી રહ્યો છે, જે ભારત માટે ખતરો સર્જી શકે છે. 2025 માં ત્રિપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં CPEC ને બંગાળની ખાડી સુધી વિસ્તારવાની યોજના હતી. ચીને બાંગ્લાદેશના મોંગલા બંદર અને એરબેઝનો વિકાસ કાર્ય શરૂ કર્યું હોવાના પણ અહેવાલો મળ્યાં છે. એટલું જ નહીં પરંતુ પાકિસ્તાને પણ લશ્કરી સહયોગ વધાર્યો છે. ચીન અને પાકિસ્તાન ભારતને ઘેરવાનો સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યાં છે.
આ પણ વાંચો…બાંગ્લાદેશમાં હિંદુ યુવકની કટ્ટરવાદીઓ મારઝૂડ કરીને કરી હત્યા, શબને ઝાડ પર લટકાવીને આગ લગાવી
- વેપારને નષ્ટ કરવાનો પ્રયત્ન
બાંગ્લાદેશની અશાંતિએ ભારત-બાંગ્લાદેશ વેપારને અસર કરી શકે છે, જે વિસ્ફોટક પરિસ્થિતિનું આર્થિક પરિણામ છે. 2023-24માં દ્વિપક્ષીય વેપાર $14 બિલિયન હતો પરંતુ 2025માં તેમાં ઘટાડો નોંધાયો છે. ભારતે ભૂમિ બંદરો પર પ્રતિબંધો લાદ્યા, જેનાથી બાંગ્લાદેશની નિકાસ પર પ્રભાવ પડ્યો છે. બાંગ્લાદેશે ભારતીય યાર્નની આયાત પર પ્રતિબંધો લાદ્યા હતાં. અસ્થિરતાને કારણે નિકાસમાં વિક્ષેપ પડ્યો અને રોકાણ અટકી ગયું છે.
- દ્વિપક્ષીય સંબંધો અને રાજદ્વારીઓ માટે જોખમો વધશે
બાંગ્લાદેશના ઢાકા અને ચિત્તાગોંગમાં ભારતીય હાઈ કમિશન પર હુમલાનો પ્રયાસ થયો હતો, તેના કારણે ભારત સરકારને ચિંતા થઈ હશે. બાંગ્લાદેશમાં કટ્ટરપંથી નેતા ઉસ્માન હાદીની હત્યા માટે જે રીતે ભારતીય એજન્સીઓને દોષી ઠેરવવામાં આવી રહી છે. કેનેડામાં જેમ શીખ આતંકવાદી નિજ્જરની હત્યા બાદ ભારતીય એજન્સીઓ પર પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. પરિણામે, ભારતને ત્યાં પોતાનું દૂતાવાસ લગભગ બંધ કરવાની ફરજ પડી હતી. બાંગ્લાદેશમાં પણ હવે દ્વિપક્ષીય સંબંધો અને રાજદ્વારીઓ માટે જોખમો દેખાઈ રહ્યાં છે.



