ઇન્ટરનેશનલનેશનલ

ભારત પહેલા બાંગ્લાદેશ બાજી મારી ગયું! US સાથે મોટો વેપાર કરાર કર્યો, જાણો વિગતો

ઢાકા: બાંગ્લાદેશે યુએસ સાથે એક મોટો વેપાર કરાર કર્યો છે, આ કરાર હેઠળ યુએસ બાંગ્લાદેશ પર ટેરીફ 19 ટકા કરવા તૈયાર થયું છે. ખાસ કરીને યુએસના મટીરીયલનો ઉપયોગ કરીને ઉત્પાદિત થતા કાપડ અને વસ્ત્રોને છૂટ આપવામાં આવી છે, બાંગ્લાદેશ પણ યુએસને તેના બજારમાં પ્રવેશ આપવા તૈયાર થયું છે.

નોંધનીય છે કે ભારત અને યુએસ વચ્ચે ગત અઠવાડિયે વચગાળાનાં વેપાર કરાર પર સંમતિ સધાઈ હતી, જોકે સંપૂર્ણ કરાર પર હજુ સુધી હસ્તાક્ષર થયા નથી. યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમીસન ગ્રીરે જણાવ્યું હતું કે અમેરિકા સાથે રેસીપ્રોકલ ટ્રેડ ડીલ કરનાર પ્રથમ દક્ષિણ એશિયાઈ દેશ છે.

બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે જણાવ્યું કે જે યુએસના કપાસ અને મેન-મેઈડ ફાઇબરથી બનેલા બાંગ્લાદેશી કાપડ અને વસ્ત્રો પર યુએસમાં શૂન્ય પારસ્પરિક ટેરિફ લાગશે. યુનુસે જણાવ્યું હતું કે ગયા વર્ષે એપ્રિલથી માંડીને નવ મહિના સુધી વાટાઘાટો બાદ આ કરાર થયો છે.

બાંગ્લાદેશે યુએસ માટે બજાર ખોલ્યું:
યુએસએ જણાવ્યું કે બાંગ્લાદેશ રસાયણો, તબીબી ઉપકરણો, મશીનરી, મોટર વેહિકલ અને પાર્ટ્સ, સોયા ઉત્પાદનો, ડેરી વસ્તુઓ, બીફ, ચીકન, બદામ અને ફળોનો જેવા યુએસ ઔદ્યોગિક અને કૃષિ ઉત્પાદનોને તેના બજારમાં પ્રવેશ આપવા સંમત થયું છે.

યુએસએ જણાવ્યું કે બાંગ્લાદેશ યુએસ વ્હીકલ સેફટી એન્ડ એમીશન સ્ટાન્ડર્ડને સ્વીકારશે, યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પ્રમાણપત્રોને માન્યતા આપશે અને રીમેન્યુફેક્ચરડ માલ પરના આયાત પ્રતિબંધો હટાવશે, આ ઉપરાંત ટેરિફ સિવાયના અવરોધોને પણ હળવા કરશે.

બાંગ્લાદેશ યુએસ પાસેથી મોટા પ્રમાણમાં આયાત કરશે:
કરાર હેઠળ બાંગ્લાદેશ યુએસ પાસે વિમાન ખરીદશે, $3.5 બિલિયનની કિંમતના યુએસ કૃષિ ઉત્પાદનોની ખરીદી કરશે અને આગામી 15 વર્ષમાં $15 બિલિયનના યુએસ એનર્જી પ્રોડક્ટની આયાત કરશે. બાંગ્લાદેશ પણ યુએસ લશ્કરી સાધનોની પણ ખરીદી કરશે, જ્યારે કેટલાક દેશો પાસેથી લશ્કરી સાધનોની ખરીદી પર પ્રતિબંધ મૂકશે.

યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવના દ્વારા જાહેર કરાયેલા 32 પાનાના યુએસ-બાંગ્લાદેશ કરારમાં આપવામાં આવેલી મુજબ બાંગ્લાદેશ એરલાઇન્સ યુએસથી 14 બોઇંગ વિમાન ખરીદશે. એરલાઇન ગત જુલાઈ મહિનાથી આ અંગે વાટાઘાટો કરી રહી છે, બોઇંગ ખરીદીની જાહેરાત કરી હતી.

યુએસ-ભારત વેપાર કરાર અંગે હજુ પણ સસ્પેન્સ!
નોંધનીય છે કે ગત અઠવાડિયે ભારત અને યુએસ વચ્ચે વચગાળાના ટ્રેડ એગ્રીમેન્ટની જાહેરાત કરવામાં આવી હતી, જો કે તેની ચોક્કસ વિગતીઓ હજુ જાહેર કરવામાં આવી નથી, આ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તે પહેલાં હજુ પણ વધુ વાટાઘાટોની થઇ રહી છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button