કોલકાતા/ઢાકાઃ બાંગ્લાદેશના સાંસદ અનવારુલ અજીમ અનારની હત્યા કરવામાં આવી છે, જેઓ 18મી મેથી ગુમ હતા. કોલકાતા પોલીસે શહેરમાંથી ગઈકાલે એક ફ્લેટમાંથી મૃતદેહ આવ્યો હોવાના અહેવાલથી ખળભળાટ મચી ગયો છે. તેઓ ભારતમાં સારવાર્થે આવ્યા પછી હવે નવા જ અહેવાલથી બંને દેશનું તંત્ર સાબદું બન્યું છે.
બાંગ્લાદેશના સ્થાનિક અખબારના અહેવાલ અનુસાર દેશના ગૃહ પ્રધાન અસુદ્જમા ખાને ઢાકામાં એક કોન્ફરન્સમાં કહ્યું કે અનવારુલની હત્યા કોલકાતામાં કરવામાં આવી છે. બાંગ્લાદેશી ગૃહ પ્રધાને કહ્યું હતું કે આ હત્યા અંગે જાણકારી નથી, પરંતુ જાણ થયા પછી તાત્કાલિક જણાવવામાં આવશે. ભારતની પોલીસ પણ સહકાર આપી રહી છે.
ગૃહ પ્રધાન અસદુદ્જમાં ખાને કહ્યું હતું કે ભારતના એક ડીઆઈજી મારફત અમારી પોલીસને જણાવાયું છે કે અજીમનો મૃતદેહ કોલકાતામાંથી મળ્યો છે. જોકે, અત્યાર સુધીમાં એના અંગે નક્કર માહિતી મળી નથી, પરંતુ જાણ થયા પછી વધુ વિગતો આપવામાં આવશે.
અજીમ બાંગ્લાદેશી અવામી લીગના સભ્ય હતા. તેઓ ત્રણ વખતના સાંસદ છે. અજીમ ખુલના ડિવિઝનના મધુગંજના રહેવાસી હતી. તેઓ એક બિઝનેસમેન અને ખેડૂત પણ હતા. તેઓ ઝેનાઈદાહના સાંસદ હતા. અનવારુલ અજીમ પશ્ચિમ બંગાળમાં સારવાર કરવા માટે આવ્યા હતા. કોલકાતા પોલીસના જણાવ્યાનુસાર આ એક ષડયંત્ર છે. કોલકાતા પોલીસને અજીમના મૃતદેહના ટુકડા મળ્યા છે. કોલકાતાના ન્યૂ ટાઉનમાં સંજીવ ગાર્ડનના એક ફ્લેટમાંથી મળ્યા છે.
કોલકાતા પોલીસના સૂત્રોએએ જણાવ્યું હતું કે આ ફ્લેટ એક એક્સાઈઝ ડ્યૂટી અધિકારીનો હતો. આ કેસમાં કોલકાતાની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ તપાસ કરી રહી છે એની સાથે સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) પણ તપાસ કરે છે.
દરમિયાન અનવારુલ અજીમના પર્સનલ સેક્રેટરી અબ્દુર રઉફે કહ્યું કે સાંસદના મોત અંગે સત્તાવાર જાણકારી મળી નથી. આમ છતાં તેમનો પરિવાર ઢાકામાં છે અને વિઝા એપ્લિકેશનને લઈને ફસાયેલો છે. ભારતના વિઝા મળે એની રાહ જોવામાં આવી રહી છે. ઉપરાંત, અજીમની દીકરી મુમતરીન ફિરદૌસની હત્યાનો કેસ શેર-એ-બાંગ્લા પોલીસ સ્ટેશન પહોંચી છે.
Taboola Feed