બાંગ્લાદેશે ભારતના ક્યા 7 રાજ્યોના વિસ્તારોને પોતોના ગણાવ્યા ? મોદી સરકારે શું આપ્યો જવાબ ? | મુંબઈ સમાચાર

બાંગ્લાદેશે ભારતના ક્યા 7 રાજ્યોના વિસ્તારોને પોતોના ગણાવ્યા ? મોદી સરકારે શું આપ્યો જવાબ ?

નવી દિલ્હીઃ સંસદમાં અત્યારે ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. જેથી કોંગ્રેસ સહિત વિપક્ષના નેતાઓ સરકારને સવાર કરી રહ્યાં છે. આ દરમિયાન બાંગ્લાદેશના વિવાદિત નકશા મુદ્દે પણ સંસદમાં સવાલો કરવામાં આવ્યાં હતા. બાંગ્લાદેશના એ વિવાદિત નકશામાં ભારતના સાત રાજ્યો પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, ત્રિપુરા, બિહાર, ઝારખંડ અને ઓડિશાના કેટલા ભાગોને પોતાના ગણાવ્યાં છે. ભારતના ભાગને બાંગ્લાદેશ પોતાનો વિસ્તાર ગણાવે છે તો પછી આ મામલે સરકાર શા માટે કોઈ જવાબ નથી આપતી? તેવો કોંગ્રેસ સવાલ કર્યો હતો.

કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ સરકારને કર્યો સવાલ

સંસદમાં કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ રાજ્યસભામાં સરકારને પ્રશ્ન કર્યો હતો. સુરજેવાલાએ કહ્યું કે, ‘આ મુદ્દે સરકાર શું કરી રહી છે’. કોંગ્રેસે કરેલા સવાલ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે લેખિત જવાબ આપ્યો હતો. એસ જયશંકરે જવાબ આપતા કહ્યું કે, ‘અમે આ મામલા પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. સરકાર આવા પ્રચારનો સામનો કરવા માટે સંપૂર્ણરીતે તૈયાર છે’.

કોણે બનાવ્યો હતો આ ગ્રેટર બાંગ્લાદેશનો નકશો?

ઢાકા યુનિવર્સિટીમાં 14મી એપ્રિલે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેમાં આ વિવાદિત નકશો પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આમા આરોપ એવો પણ છે કે, ગ્રેટર બાંગ્લાદેશનો નકશો ઢાકામાં હાજર ઇસ્લામિક જૂથ ‘સુલ્તાનત-એ-બાંગ્લા’ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, આ વિવાદાસ્પદ નકશા અંગે કોંગ્રેસે સરકાર પાસેથી બાંગ્લાદેશમાં તુર્કી સમર્થિત કટ્ટરપંથી જૂથ વિશે પણ માહિતી માંગી હતી.

કોંગ્રેસે કરેલા સવાલ અંગે શું બોલ્યા વિદેશ પ્રધાન?

વિપક્ષને જવાબ આપતા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ઢાકામાં ‘સલ્તનત-એ-બાંગ્લા’ નામના ઇસ્લામિક જૂથે ‘ગ્રેટર બાંગ્લાદેશ’નો નકશો બહાર પાડ્યો છે જેમાં ભારતના કેટલાક ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો તેવા અહેવાલોની સરકારે નોંધ લીધી છે. બાંગ્લાદેશ સરકારના ફેક્ટ ચેકર પ્લેટફોર્મ ‘બાંગ્લાફેક્ટ’ એ દાવો કર્યો છે કે બાંગ્લાદેશમાં ‘સુલ્તાનત-એ-બાંગ્લા’ કાર્યરત હોવાના કોઈ પુરાવા નથી. આ નકશો 2024માં પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં ભારતના કેટલાક વિસ્તારને બાંગ્લાદેશનો ભાગ ગણાવી દેવામાં આવ્યો હતો. જો કે, વિવાદ બાદ તે પોસ્ટને હટાવી દેવામાં આવી હતી.

આ પણ વાંચો…સંસદમાં ચોમાસુ સત્રના પ્રશ્નકાળમાં વિપક્ષે મચાવ્યો હોબાળો, લોકસભાના અધ્યક્ષે કરી આકરી ટીકા

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button