ઇન્ટરનેશનલનેશનલ

હિંદુ યુવકની કરપીણ હત્યા બાદ બાંગ્લાદેશમાં હિંદુઓનું વિરોધ પ્રદર્શન, જાણો શું હતું હત્યાનું અસલી કારણ?

ઢાકાઃ બાંગ્લાદેશમાં હિંસાએ વ્યાપક રૂપ ધારણ કરી લીધું છે. હિંદુ સમુદાયના લોકોને પરેશાન કરવામાં આવી રહ્યાં છે. થોડા દિવસ પહેલા જ એક હિંદુ યુવક દીપુ ચંદ્ર દાસની જાહેરમાં કરપીણ હત્યા કરવામાં આવી અને પછી તેના મૃતદેહને જાહેરમાં જ સળગાવી દેવામાં આવ્યો હતો. બાંગ્લાદેશમાં હિંદુઓને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.

જેથી હવે હિંદુઓ જાહેરમાં પ્રદર્શન કરી રહ્યાં છે. દીપુ ચંદ્ર દાસની નિર્દયતા પૂર્વક હત્યા કરવામાં આવી તેના કારણે હિંદુઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરીને સમગ્ર બનાવની જોરદાર ટીકા કરી હતી.

યુવકની હત્યા કરવા મુદ્દે પોલીસ અને રેપિડ એક્શન બટાલિયન (આરએબી)એ તપાસમાં કહ્યું છે કે કોઈ નક્કર કારણ મળ્યા નથી. તપાસ અધિકારીએ કહ્યું છે કે હત્યાનું મુખ્ય કારણ ફેક્ટરીની અંદરના કામનો વિવાદ, પ્રોડક્શન ટાર્ગેટ, ઓવરટાઈમ અને પ્રમોશન પરીક્ષા સહિત જૂની દુશ્મનાવટ હતી. શરુઆતમાં મોહમ્મદ પયગ્મબર વિરુદ્ધ અપશબ્દો (ઈશનિંદા)નું કારણ જણાવ્યું હતું, પરંતુ તપાસમાં એ વાતને ફગાવી દેવામાં આવી છે.

આપણ વાચો: બાંગ્લાદેશમાં સતત વધી રહી છે હિંસા, કટ્ટરપંથીઓ હિન્દુઓને બનાવી રહ્યા છે નિશાન

હિંદુઓએ પ્રેસ ક્લબ સામે પ્રદર્શન કર્યું

ગત સોમવારે મૈમેનસિંહ શહેરમાં દીપુ ચંદ્ર દાસની ભીડ દ્વારા હત્યા કરવામા આવી હતી. આનો વિરોધ કરવા માટે બાંગ્લાદેશમાં હિંદુ ધાર્મિક સંગઠનો અને લઘુમતિ સમુદાયોએ નેશનલ પ્રેસ ક્લબ સામે પ્રદર્શન કરી રહ્યાં છે.

એટલું જ નહીં પરંતુ ઢાકામાં પણ ઢાકેશ્વરી મંદિરમાં હિંદુઓએ એકઠા થઈને હત્યાનો વિરોધ કરીને સરકાર પર આક્ષેપો કર્યાં છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન દીપુ ચંદ્ર દાસને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી.

કોણ હતો દીપુ ચંદ્ર દાસ?

બાંગ્લાદેશમાં ભડકેલી હિંસામાં મૈમનસિંહ જિલ્લામાં 27 વર્ષીય હિંદુ યુવક દીપુ ચંદ્ર દાસની કરપીણ હત્યા કરીને તેના મૃતદેહને જાહેરમાં બાંધીને સળગાવી દીધો હતો. હિંદુ યુવક દીપુ ચંદ્ર દાસની હત્યાના કેસમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ યુવાન મૈમનસિંહ જિલ્લામાં કપડા ફેક્ટરીમાં કામદાર હતો. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં ભીડ ફેક્ટરીમાં જાય છે અને દીપુને ઘસેડીને બાર લાવી તેની હત્યા કરી નાખે છે. બાંગ્લાદેશમાં અત્યારે કટ્ટરપંથીઓએ બેકાબૂ થઈ ગયાં છે.

આપણ વાચો: બાંગ્લાદેશમાં હિંસા માટે શેખ હસીના જવાબદાર, સેંકડો હત્યાઓ કરાવી હતી; UNના રીપોર્ટમાં ખુલાસો

દીપુ ચંદ્ર દાસ 10 લોકોની શંકાસ્પદ તરીકે ધરપકડ કરી

બાંગ્લાદેશ પોલીસના જણાવ્યા પ્રમાણે દીપુ પર મોહમ્મદ પયગંબર વિશે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ કેસમાં રેપિડ એક્શન બટાલિયન (RAB) એ 10 લોકોની શંકાસ્પદ તરીકે ધરપકડ કરી હતી.

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે બાંગ્લાદેશમાં શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ લોકો સતત હિંસા કરી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ આ વિદ્રોહીઓ નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યાં છે. બાંગ્લાદેશ ભારતની મદદના કારણે પાકિસ્તાનથી આઝાદ થયું હતું. પરંતુ અત્યારે બાંગ્લાદેશ ભારતનો સાથ છોડી ફરી પાકિસ્તાન સાથે હાથ મિલાવી રહ્યું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button