સત્યજીત રેનું પૈતૃક ઘર નહીં તૂટે; ભારતની અપીલ બાદ બાંગ્લાદેશ સરકારનો મોટો નિર્ણય | મુંબઈ સમાચાર
નેશનલમનોરંજન

સત્યજીત રેનું પૈતૃક ઘર નહીં તૂટે; ભારતની અપીલ બાદ બાંગ્લાદેશ સરકારનો મોટો નિર્ણય

નવી દિલ્હી: ભારતના મહાન ફિલ્મ દિગ્દર્શક અને લેખક સત્યજીત રેના દાદાએ બાંગ્લાદેશના મૈમનસિંહ વિસ્તારમાં એક સદી પેહલા બંધાવેલું ઘર તોડી પડવા અંગે અહેવાલ (Satyajit Ray’s ancestral home) જાહેર થતા, ભારત સરકાર તુરંત સક્રિય થઇ ગઈ હતી. વિદેશ મંત્રાલયે સત્યજીત રેના પૈતૃક ઘરને ન તોડવા અપીલ કરી હતી અને તેના રીનોવેશન માટે મદદ કરવા તૈયારી બનાવી હતી. જેને ધ્યાનમાં રાખીને બાંગ્લાદેશ સરકારે આ અતિહાસિક ઈમારતનું ડીમોલીશન અટકાવી દીધું છે.

બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી લગભગ 120 કિમી ઉત્તરમાં આવેલા મૈમનસિંઘ શહેરમાં સ્થિત આ ઈમારત પ્રખ્યાત બંગાળી બાળ લેખક અને પ્રકાશક ઉપેન્દ્રકિશોર રેનું ઘર હતું. ઉપેન્દ્રકિશોર કવિ સુકુમાર રેના પિતા અને સત્યજીત રેના દાદા હતા. તાજેતરના અહેવાલ મુજબ હવે ઈમારતને તોડી પાડવામાં આવશે નહીં, હાલમાં ચાલી રહેલી ડીમોલીશનની કામગીરી પણ અટકાવી દેવામાં આવી.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં સત્યજીત રેના પૈતૃક ઘરને તોડી સામે ભારતે વાંધો ઉઠાવ્યો, સમારકામમાં મદદની ઓફર કરી

અહેવાલ મુજબ ભારત સરકારની વિનંતી પર બાંગ્લાદેશ સરકારે એક સમિતિની રચના કરી છે, જે આ ઈમારતનું પુનર્નિર્માણ કરશે.

મમતા બેનર્જીની ભારત સરકારનું ધ્યાન દોર્યું:

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ સત્યજીત રે પૈતૃકના ઘરને તોડી પાડવા અંગે બાંગ્લાદેશ સરકારની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે આ ઈમારત બંગાળના સાંસ્કૃતિક ઇતિહાસ સાથે જોડાયેલી છે. તેમણે વિદેશ મંત્રાલયને તાત્કાલિક પગલા લેવા વિનંતી કરી હતી.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં ફરી રાજકીય હિંસા ભડકી! શેખ હસીનાના વતનમાં ચારના મોત

ભારતીય વિદેશ મંત્રાલયે ચિંતા વ્યક્ત કરતા કહ્યું બાંગ્લાદેશ સરકાર સત્યજીત રેના પૌતૃક ઘરને તોડી રહી છે એ દુખદ છે. આ મિલકત બાંગ્લાદેશ સરકારની માલિકીની છે અને હાલમાં ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. આ ઈમારત ભારત અને બાંગ્લાદેશની સહિયારી સંસ્કૃતિનું પ્રતીક છે. ભારત સરકાર આ ઈમારતના રીનોવેશન અને તેમાં સાહિત્ય સંગ્રહાલય સ્થાપવાના કાર્યમાં મદદ કરવા તૈયાર છે.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button