
ઢાકા: ઇન્ટરનેશનલ ક્રાઈમ ટ્રિબ્યુનલ (ICT-BD)એ આજે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને મૃત્યુદંડની સજા ફટકારી છે, હાલ શેખ હસીના ભારતમાં શરણ લઇ રહ્યા છે. બાંગ્લાદેશે ભારતને એક પત્ર લખી શેખ હસીના પ્રત્યાર્પણની માંગ કરી છે.
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે લખેલા પત્રમાં ભારત સાથે થયેલા પ્રત્યાર્પણ કરારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશે જણાવ્યું કે ભારત શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે બંધાયેલું છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલએ ભારતને લખેલા પત્રમાં જણાવ્યું, “માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે દોષિત ઠેરવવામાં આવેલા વ્યક્તિઓને અન્ય કોઈપણ દેશ દ્વારા આશ્રય આપવો એ ખૂબ જ વાંધાજનક કૃત્ય છે અને ન્યાયનો અનાદર છે.”
આજે સોમાવરે હસીના અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાનને અસદુઝમાન ખાન કમાલને ગયા વર્ષે બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓ પર થયેલા કરવામાં આવેલા જીવલેણ હુમલા માટે આદેશ આપવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ ઇન્સ્પેકટર જનરલ ચૌધરી અબ્દુલ્લા અલ-મામુનને દોષી ઠેરવવામાં આવ્યા હતા.
શેખ હસીના દેલ્હીના ગુપ્ત સેફ હાઉસમાં:
ગત વર્ષે જુલાઈ મહિનામાં બાંગ્લાદેશમાં મોટા પાયે વિદ્યાર્થીઓ આદોલાન શરુ થયા હતાં, તને હિંસકરૂપ ધારણ કર્યું હતું. શેખ હસીનાની સરકાર ભાંગી પડી હતી અને વડાપ્રધાનનું પદ છોડીને દેશમાંથી ભાગી જવું પડ્યું હતું. ત્યારથી, હસીના ભારતમાં અશ્રલ લઇ રહ્યા છે. તેમના પુત્ર સજીબ વાઝેદના જણાવ્યા અનુસાર, હસીના દિલ્હીના એક ગુપ્ત સેફ હાઉસમાં, ભારત સરકાર તેમને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડી રહ્યા છે.
આ પણ વાંચો…શેખ હસીનાને ફાંસીના ચુકાદાને પક્ષપાતી અને રાજકારણથી પ્રેરિત ગણાવ્યો
ભારતનો જવાબ:
હસીનાએ બાંગ્લાદેશની અદાલતે આપેલા ચુકાદાને ફગાવી દીધો છે. એક નિવેદનમાં ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ભારતે ICT-BDએ આપેલા ચુકાદાની નોંધ લીધી છે. પાડોશી તરીકે, ભારત બાંગ્લાદેશના લોકોના શ્રેષ્ઠ હિત માટે નિર્ણય લેશે છે, જેમાં તે દેશમાં શાંતિ, લોકશાહી, સમાવેશ અને સ્થિરતાનો સમાવેશ થાય છે.



