બાંગ્લાદેશની ‘નાપાક’ હરકત: બંગાળની ખાડીમાં ભારતીય માછીમારો પર હુમલો, દરિયાઈ માર્ગે તણાવ વધ્યો…

બાંગ્લાદેશી નેવીના જહાજે ભારતીય બોટને મારી ટક્કર, 5 માછીમાર લાપતા
નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં ભારત વિરોધી પ્રદર્શનો વધી રહ્યાં છે અને વિરોધીઓ હિંસા પર ઉતરી આવ્યાં છે. કેટલાક લોકોનું મોત થયું હોવાના પણ અહેવાલો મળ્યાં છે. એટલું જ નહીં પરંતુ બાંગ્લાદેશ દરિયાઈ માર્ગે કોઈ યોજના બનાવી રહ્યું છે. જેના કારણે સમુદ્રમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તણાવ વધ્યો છે. બંગાળની ખાડીમાં ભારતને એક અલગ પ્રકારની પેટર્ન જોવા મળી છે. છેલ્લા 2 મહિનાથી બાંગ્લાદેશી બોટની સંખ્યા બંગાળની ખાડીમાં વધી છે, જે 15 ડિસેમ્બર બાદ તો આ સંખ્યામાં વધારો પણ થયો છે. પંદરમી ડિસેમ્બરે બંગાળની ખાડીમાં એક ચોંકાવનારી ઘટના બની હતી.
બાંગ્લાદેશી જહાજે ભારતીય બોટને ટક્કર મારી
15 ડિસેમ્બરે બંગાળની ખાડીમાં બાંગ્લાદેશી નેવીના એક પેટ્રોલિંગ જહાજે 16 માછીમારને લઈ જતી એક ભારતીય બોટને ટક્કર મારી હતી. જેના કારણે ભારતીય બોટ પલટી ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તે બાંગ્લાદેશી જહાજની લાઈટ બંધ હતી જેના કારણે રાત્રે ભારતીય ટ્રોલર માટે તેને જોવું મુશ્કેલ બન્યું હતું. દરમિયાન એફબી પરિમતા નામની બોટ ઊંધી વળી હતી. ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા 11 માછીમારોને બચાવી લેવામાં આવ્યાં છે, જ્યારે 5 માછીમાર હજી પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે.

મોહમ્મદ યુનુસનો દાવો ભારત માટે ચિંતાનો વિષય
આ ઘટના એટલે ચોંકાવનારી છે કે, કારણે કે બાંગ્લાદેશમાં અત્યારે ભારતના વિરોધમાં હિંસા ભડકી છે તેવામાં દરિયામાં પણ બાંગ્લાદેશ ભારત વિરોધી ગતિવિધિઓ કરી રહ્યું છે કે કેમ તે એક પ્રશ્ન છે! બાંગ્લાદેશ અત્યારે બંગાળની ખાડીમાં પોતાનું પ્રભુત્વ વધારવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. બાંગ્લાદેશના વર્તમાન વડા પ્રધાન મોહમ્મદ યુનુસે પહેલા પણ દાવો કર્યો હતો કે, બાંગ્લાદેશ આ આખા વિસ્તારમાં સુરક્ષા કરી રહ્યું છે. એક રીતે જોવા જઈ તો આ ભારત માટે ચિંતાનો વિષય છે. 15 ડિસેમ્બરની ઘટના ભારતીય માછીમારોની સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરાવે તેવી છે.
રાજદુલ અલી શેખ નામના માછીમારોને મારી નાખ્યો હતો
ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા જે માછીમારોને બચાવવામાં આવ્યા છે તેમનું કહેવું છે કે, તેમને મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જ્યારે માછીમારો જાળ નાખવાની તૈયારી કરી રહ્યાં હતા, જ્યારે બાંગ્લાદેશી જહારે તેમને ટક્કર મારી હતી. એટલું જ નહીં, પરંતુ રાજદુલ અલી શેખ નામના માછીમારોને ભાલાથી મારી નાખવામાં આવ્યો હોવાનું પણ આ માછીમારોએ જણાવ્યું છે. હજી પણ જે પાંચ લોકો લાપતા છે તેઓ જીવતા છે કે, તેમને પણ મારી નાખવામાં આવ્યાં? તે બાબતે હજી કોઈ જાણકારી મળી નથી. એટલે શંકા-આશંકાઓ તો તેમાં પણ છે.
ભારતીય સમુદ્ર સીમામાં આવી માછીમારો પર હુમલો કર્યો
બાંગ્લાદેશી જહાજે ભારતીય સમુદ્ર સીમામાં આવીને માછીમારો પર હુમલો કર્યો હતો કે, ભારતીય માછીમારો બાંગ્લાદેશી સીમામાં ગયાં હતા તે મામલે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા હજી વિગતો આપવામાં આવી નથી. આ મામલે બાંગ્લાદેશને પણ પ્રતિક્રિયા આપી છે. બાંગ્લાદેશનું કહેવું છે કે, તેમનું ગશ્તી જહાજ ઘટનાસ્થળથી 12 માઈલ દુર હતું. જ્યારે માછીમારોએ કરેલા દાવા પ્રમાણે બાંગ્લાદેશ સમુદ્રમાં ભારતને પડકાર આપવા માંગે છે. કારણે કે, માછીમાર પર હુમલો કર્યો હોવાનું ભારતીય માછીમારોએ જણાવ્યું છે. હવે આ મામલે ભારત દ્વારા કેવા પગલા ભરવામાં આવે છે તે જોવાનું રહ્યું!
આ પણ વાંચો…બાંગ્લાદેશમાં હિંદુ યુવકની કટ્ટરવાદીઓ મારઝૂડ કરીને કરી હત્યા, શબને ઝાડ પર લટકાવીને આગ લગાવી



