Indian Railway ની આ ટ્રેને રેલવેને કરાવી સૌથી વધુ કમાણી, આંકડો સાંભળીને ચોંકી ઉઠશો…
ભારતીય રેલવે (Indian Railway)એ પ્રવાસનો સૌથી સરળ, ઝડપી અને આરામદાયક વિકલ્પ છે. ઈન્ડિયન રેલવેનું નેટવર્ક દુનિયાના સૌથી વિશાળ અને વ્યસ્ત રેલવે નેટવર્કમાંથી એક છે. દરરોજ ઈન્ડિયન રેલવે દ્વારા હજારોની સંખ્યામાં ટ્રેનો દોડાવવામાં આવે છે અને એમાં કરોડો પ્રવાસીઓ પ્રવાસ કરે છે.
આ પણ વાંચો : Indian Railway ના એ સાત સ્ટેશન, જ્યાંથી તમને મળશે એવી ટ્રેન કે…
પરંતુ શું તમને ખબર છે ભારતની સૌથી વધુ કમાણી કરતી ટ્રેન કઈ છે? હવે તમે કહેશો કે ભારતીય રેલવેની સૌથી વધુ કમાણી કરતી ટ્રેનોમાં તો રાજધાની, શતાબ્દી, વંદેભારત જેવી ટ્રેનો જ હોય ને? પણ નો બોસ તમારો આ જવાબ ખોટો છે. ભારતની સૌથી વધુ કમાણી કરનારી ટ્રેન આમાંથી એક પણ નથી. ચાલો જાણીએ ભારતીય રેલવેની ધનલક્ષ્મી તરીકે ઓળખાતી ટ્રેન વિશે.
તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય રેલવેની આ ટ્રેને એક વર્ષમાં 1,76,06,66,339 રૂપિયાની કમાણી કરી છે. શતાબ્દી એક્સપ્રેસ ચોક્કસ જ ભારતીય રેલવેની લોકપ્રિય ટ્રેન છે. આ સિવાય ભારતીય રેલવેના કાફલામાં દાખલ થયેલી વંદે ભારત પણ ટ્રેન હાલમાં સૌથી વધુ ચર્ચામાં છે. પરંતુ તેમ છતાં આ ટ્રેનોએ એક વર્ષમાં ભારતીય રેલવેને આટલી કમાણી નથી કરી આપી.
અમે જે ટ્રેનની વાત કરીએ રહ્યા છીએ એ ટ્રેન છે બેંગ્લોર રાજધાની એક્સપ્રેસ. આ ટ્રેન ભારતની સૌથી વધુ કમાણી કરનારી ટ્રેન છે. નાણાંકીય વર્ષ 2022-23 દરમિયાન 5,09,510 પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો અને એનાથી આ ટ્રેનને 1,76,06,66,339 રૂપિયાની આવક કરાવી હતી.
સિયાલદેહ રાજધાની એક્સપ્રેસ ભારતીય રેલવેની સૌથી વધુ કમાણી કરનારી બીજી ટ્રેન બની ગઈ હતી. આ ટ્રેનમમાં આ જ સમયગાળા દરમિયાન 5,09,164 પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો અને એનાથી રેલવેને 1,28,81,69,274 રૂપિયાની કમાણી કરી હતી. નવી દિલ્હી-દિબ્રુગડ વચ્ચે દોડનારી રાજધાની ત્રીજા નંબરે છે. આ ટ્રેનમાં ગયા વર્ષે 4,74,605 પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો અને 1,26,29,09,697 રૂપિયાની આવક ભારતીય રેલવેને કરાવી આપી હતી.
આ પણ વાંચો : Railway મુસાફરો માટે સારા સમાચાર, ટ્રેનોમાં આટલા જનરલ કોચ ઉમેરાશે…
ભારતીય રેલવેની ટોપ ફાઈવ કમાણી કરાવતી ટ્રેનોમાં ચોથા નંબરે આવે છે મુંબઈ રાજધાની એક્સપ્રેસ. 4,85,794 પ્રવાસીઓએ આ ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો અને એને કારણે રેલવે 1,22,84,51,554 રૂપિયાની કમાણી થઈ હતી.