બલુચિસ્તાનમાં ભીષણ જંગ: બલુચ આર્મીના ઓપરેશનથી પાકિસ્તાનમાં ફફડાટ…

200થી વધુ જવાનના મોત…
બલુચિસ્તાનઃ પાકિસ્તાનની હાલત અત્યારે કફોડી છે, ત્યારે બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પણ પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દીધી છે. બલુચ આર્મીએ દાવો કર્યો છે કે તેમનું આ ઓપરેશન હેરોફ ફેસ-2 બલુચિસ્તાનના અનેક જિલ્લાઓમાં ચાલી રહ્યું છે. છેલ્લા 40 કલાકથી બલુચિસ્તાન લિબરેશન આર્મી પાકિસ્તાની સેના પર હુમલો કરી રહી છે. લુચિસ્તાન લિબરેશન આર્મીએ એવો પણ દાવો કર્યો છે કે, તેમણે પાકિસ્તાની સેનાને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને કેટલાક વિસ્તારો પર કબ્જો પણ મેળવી લીધો છે.
બીએલએના પ્રવક્તાએ નિવેદન જાહેર કર્યું
હુમલાની વાત કરવામાં આવે તો આ મામલે બીએલએના પ્રવક્તાએ સત્તાવાર નિવેદનો પણ આપ્યાં છે. તેમનું કહેવું છે કે, બલુચ આર્મીએ ખારાન, મસ્તુંગ, ટુમ્પ અને પસની સહિત અને વિસ્તારોમાં પોતાનું ઓપરેશન પાર પાડી દીધું છે. એટલું જ નહીં પરંતુ ઈસ્લામાબાદમાં પણ આર્મીને પાછી ધકેલવામાં બચુલ આર્મી સફળ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બલુચિસ્તાન લિબરેશન આર્મીએ એવો પણ દાવો કર્યો છે કે, તેમણે પાક સેના, પોલીસ અને ફ્રન્ટિયર કોર્પ્સના કુલ 200 થી પણ વધારે જવાનોને માર્યાં છે અને 17થી વધુ લોકોને પકડી પાડ્યાં છે.
આ પણ વાંચો…જાણો પાકિસ્તાનમાં તબાહી મચાવનાર ‘હેરોફ’નો અસલી અર્થ: બલૂચોએ કેમ રાખ્યું આ ડરામણું નામ?
પાકિસ્તાન સેના મદદ કરશે દુશ્મન ગણાશે
બલુચિસ્તાન લિબરેશન આર્મીએ સ્થાનિક પોલીસને ધમકી પણ આપી છે કે, કબ્જે કરવામાં આવેલી જમીન પર હુમલો કરશે કે પછી પાકિસ્તાન આર્મીને મદદ કરશે તો તેને દુશ્મન માનવામાં આવશે. આ આંકડો જે બલુચિસ્તાન લિબરેશન આર્મીએ જાહેર કર્યો છે તેના પ્રમાણે એવો અંદાજ લગાવી શકાય કે પાકિસ્તાનમાં નુકસાન વધારે થયું હતું.
વાસ્તવિત આંકડો છૂપાવવામાં આવ્યો છે. જોકે, બલુચિસ્તાન લિબરેશન આર્મીના દાવાની પણ પુષ્ટિ કરવામાં આવાી નથી. પરંતુ બલુચિસ્તાનના મુખ્ય પ્રધાન સરફરાજ બુગતીને આપેલી વિગતો પ્રમાણે આ હુમલામાં 17 કાયદા અમલીકરણ કર્મચારીઓ અને 31 નાગરિકો માર્યા ગયા છે. બંને બાજુથી જાહેર કરવામાં આવેલો આંકડો અલગ અલગ છે, જેથી કઈ માહિતી પર વિશ્વાસ કરવો તે મુશ્કેલ છે..
પાકિસ્તાની સેનાએ શું દાવો કર્યો?
આ તમામ બાબતે પાકિસ્તાન આર્મીએ કહ્યું કે, શનિવારે થયેલા હુમલામાં 92 અલગાવવાદીઓ માર્યા ગયાં છે. જ્યારે શુક્રવારે 42 માર્યા ગયાં હતાં. મહત્વની વાત એ છે કે, બલુચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા પણ આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જો કે, આંકડામાં ફેરબદલ જોવા મળ્યો છે. પરંતુ મૂળ વાત એ છે કે, પાકિસ્તાનમાં હવે બલુચિસ્તાન લિબરેશન આર્મી તમામ પ્રકારની તૈયાર સાથે લડી લેવાના મૂડમાં છે.



