નેશનલ

બલરામ જયંતિ પર રચાયા ત્રિપુષ્કર યોગ અને રવિ યોગનો સંયોગ, આ રાશિઓની તિજોરી ધનથી ભરાઈ જશે

બલરામ જયંતિ ભગવાન શ્રીકૃષ્ણના ભાઈ બલરામને સમર્પિત છે. આ દિવસે ઉપવાસ કરવાનો ખૂબ જ શુભ મનાય છે. આ દિવસે પૂજા કરવાથી પરિવારમાં સુખ શાંતિ રહે છે અને સંતાનનું આયુષ્ય વધે છે. શ્રાવણ મહિનો ભગવાનની મહિમા ગાવાનો વ્રત તહેવારોનો મહિનો ગણાય છે. આ મહિનામાં આવતી દરેક તિથિનું વિશેષ મહત્વ છે. આ સમયગાળામાં વ્રત રાખવાથી અને દેવી-દેવતાઓની ઉપાસના કરવાથી સાધકને ઇચ્છિત ફળ મળે છે. બલરામ જયંતિનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષની એટલે કે વદની છઠના દિવસે ઉજવવામાં આવે છે. દ્વાપર યુગમાં આ દિવસે શેષનાગજીએ ભગવાન શ્રીકૃષ્ણના મોટાભાઈ તરીકે અવતાર લીધો હતો. ઘણી જગ્યાએ બલરામ જયંતિને લાલી છઠ્ઠ, અને હળછઠ્ઠ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ઘણા શુભ યોગ બની રહ્યા છે.

પંચાંગ અનુસાર આ વખતે બલરામ જયંતિનું વ્રત 25 ઓગસ્ટ 2024ના રોજ રાખવામાં આવશે. આ દિવસે બલરામજીની પૂજા માટેનો અભિજીત મુરત બપોરે 12:03થી 12.54 મિનિટ સુધીનું છે. બલરામ જયંતિના શુભ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના મોટાભાઈ શેષનાગ બલરામની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ બલરામ જયંતિના દિવસે વ્રત રાખે છે અને બલરામજીની પૂજા કરે છે, તેને કૃષ્ણ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે ખાસ કરીને માતાઓ તેમના બાળકોના લાંબા આયુષ્ય અને સુખાકારી માટે વ્રત રાખે છે. આ વખતે બલરામ જયંતિનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે આ દિવસે ઘણા વર્ષો પછી ત્રિપુષ્કર યોગ અને રવિ યોગનો સંયોગ થઈ રહ્યો છે.

આ યોગ ત્રણ રાશિઓ માટે ઘણો જ શુભકારક રહેશે આપણે એ નસીબદાર રાશિઓ જોઈએ.

મેષ રાશિ: આ રાશિના જાતકો માટે ભાગીદારીમાં વેપાર કરવાનો શુભ સમય છે. તેમના વેપારનો વિસ્તાર થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. પારિવારિક જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. જો બાળકો પરીક્ષા માટે તનતોડ પ્રયાસ કરતા હશે તો તેમને સફળતા મળશે. પરણીત લોકોનું વાહન અને મિલકત ખરીદવાનું સપનું પણ સાકાર થશે.

મિથુન રાશિ: આ રાશિના વેપારીઓને આર્થિક લાભ થઈ શકે છે. આ સિવાય તેમના કામમાં પણ વધારો થશે જે દુકાનદારોની તબિયત બગડતી રહેતી હતી તેમને તબિયતમાં સુધારો થવાની સંભાવના છે. બિઝનેસમેનને કોર્ટ કેસમાંથી પણ રાહત મળી શકે છે. જીવનસાથી સાથે તમે પ્રેમ અને ઉષ્માભરી ક્ષણો માણી શકશો તેમજ તમે એની સાથે સાંજે ફરવા પણ જઈ શકશો. લાંબી મુસાફરીના પણ યોગો છે.

સિંહ રાશિ: બલરામ જયંતિના દિવસે આ રાશિના જાતકો માટે જીવનમાં ઘણી ખુશીઓ આવશે. તેઓ દુકાનદારો હશે તો તેમનું વેચાણ વધશે અને નફો પણ બમણો થઈ જશે. જો તેમના માથે દેવું હશે અને તમે કશેથી ઉધાર લીધા હશે તો એ પૈસા પણ તમે પરત કરી શકશો, જેનાથી તમને ઘણી માનસિક રાહત મળશે અને જીવનમાં શાંતિ આવશે. જો તમે થોડા વર્ષ પહેલાં મોટું રોકાણ કર્યું હોય તો હવે તમને તેમાંથી નાણાકીય લાભ થવાની પણ શક્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button