ટોપ ન્યૂઝનેશનલ

યુપીમાં માનવભક્ષી વરુનો આતંક યથાવત, Bahraichમાં બાળક પર હુમલો, ચંદૌલીમાં 7 ગ્રામજનો ઘાયલ

બહરાઈચ: ઉત્તર પ્રદેશમાં બહરાઈચમાં(Bahraich) માનવભક્ષી વરુનો આંતક યથાવત છે. વરુએ હવે 11 વર્ષના બાળક પર હુમલો કરતાં તે ઘાયલ થયો છે. જ્યારે મળતી માહિતી મુજબ ચંદૌલીમાં પણ વરુઓના ટોળાએ ગ્રામજનો પર હુમલો કર્યો છે. આ હુમલામાં 7 ગ્રામજનો ઘાયલ થયા છે.

ઇમરાન અગાસી પર સૂતો હતો ત્યારે હુમલો કર્યો

યુપીના બહરાઇચમાં એક વરુએ 11 વર્ષના બાળક ઇમરાન પર તે અગાસી પર સૂતો હતો ત્યારે હુમલો કર્યો. તેને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યાર બાદ ઈમરાનને મેડિકલ કોલેજ બહરાઈચમાં રિફર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ખેતરમાંથી વરુએ આવીને અગાસી પર સૂતેલા બાળકના ગળા પર હુમલો કર્યો હતો. નોંધનીય છે કે માનવભક્ષી વરુઓનો આતંક ચાલુ હોવાથી વહીવટીતંત્ર રૂમ બંધ કરીને સુવાની સલાહ આપે છે.

કર્મચારીઓ વરુને પકડવા પેટ્રોલિંગ કરી રહ્યા છે

વન વિભાગ સતર્ક હોવા છતાં મહસી વિસ્તારમાં વરુના હુમલાની ઘટનાઓ સતત બની રહી છે. વન વિભાગ, પોલીસ, પીએસસીના કર્મચારીઓ અને જિલ્લાના કર્મચારીઓ વરુને પકડવા પેટ્રોલિંગ કરી રહ્યા છે. આ મામલો મહસી વિસ્તારના પિપરી મોહન ગામનો છે.

ચંદૌલીમાં વરુઓના ટોળાએ 7 લોકોને ઘાયલ કર્યા

જ્યારે અન્ય એક ઘટનામાં ચંદૌલીમાં વરુઓના ટોળાએ ગ્રામજનો પર હુમલો કરવાની માહિતી મળી છે. આ હુમલામાં 7 ગ્રામજનો ઘાયલ થયા છે. જો કે વરુઓએ બકરીને પોતાનો શિકાર બનાવી લીધો હતો. વરુના અચાનક હુમલાથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગ્રામજનો વરુઓ સામે લડ્યા અને એક વરુને માર માર્યો હતો.

માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગ્રામજનો સાથે વરુઓનો પીછો કર્યો હતો. વરુઓ તેમના ઘાયલ સાથી સાથે ગંગાના કિનારે ભાગી ગયા. આ મામલો બલુઆ પોલીસ સ્ટેશન વિસ્તારના લક્ષ્મણગઢ ગામનો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker