ઉત્તરાખંડમાં બદ્રીનાથ હાઈવે ગોઝારો અકસ્માત, ટેમ્પો ટ્રાવેલર નદીમાં ખાબકતા 8નાં મોત

રુદ્રપ્રયાગ: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં બદ્રીનાથ હાઈવે પર એક ગમખ્વાર માર્ગ પર અકસ્માત(Rudraprayag accident) થયો હતો, હાઈવે પર જતો કે એક ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબકતા 8 લોકોના મોત થયા છે. અહેવાલો મુજબ ટ્રાવેલર વાહનમાં લગભગ 23 મુસાફરો હતા. હાલ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને પોલીસની ટીમો બચાવ કામગીરી કરી રહી છે. કેટલાક લોકો ઘયાલ થયા છે, ટીમ ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ ગઈ છે, રાહત-બચાવ કાર્ય ચાલુ છે.
આ પણ વાંચો: Joshimath sinking: જોશીમઠમાં ખતરો વધ્યો? જોશીમઠ અને બદ્રીનાથ હાઈવે ખાડા દેખાયા
ઉત્તરાખંડ મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી(Pushkarsingh Dhami)એ X પર પોસ્ટ કરી લખ્યું કે, ‘રુદ્રપ્રયાગ જિલ્લામાં ટેમ્પો ટ્રાવેલરના અકસ્માતના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. સ્થાનિક વહીવટીતંત્ર અને SDRFની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. ઘાયલોને સારવાર માટે નજીકના મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.’
તેમણે વધુમાં લખ્યું કે, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મૃતકોની આત્માને શાંતિ મળે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે. હું બાબા કેદારને ઈજાગ્રસ્તોના ઝડપથી સાજા કરવા માટે પ્રાર્થના કરું છું.
આ પણ વાંચો: Chardham Yatraનો પ્રારંભ : બદ્રીનાથજીના કપાટ ખુલ્યા; યાત્રા પહેલા કરાવો રજીસ્ટ્રેશન
વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “ટેમ્પો ટ્રાવેલર નોઈડા (યુપી)થી રૂદ્રપ્રયાગ તરફ આવી રહ્યું હતું…તે 150-200 મીટર ઊંડી ખીણમાં પડી ગયું. 7 લોકોના મૃતદેહ મળી આવ્યા. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જેમાંથી ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો છે.”