નેશનલ

ભાજપ નેતા બબીતા ફોગાટે જ બ્રીજભૂષણ સામે આંદોલન કરાવ્યું હતું! સાક્ષી મલિકનો ચોંકાવનારો દાવો

નવી દિલ્હી: ભાજપના પૂર્વ સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ (Brij Bhushan Sharan Singh) સામે ભારતના સ્ટાર રેસલર્સે દિલ્હીમાં કરેલા આંદોલનની રાજકારણ પર મોટી અસર થઇ છે. કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે, એવામાં ઓલિમ્પિક રેસલર સાક્ષી મલિકે (Sakshi Malik) મોટો ઘટસ્ફોટ કર્યો હતો. સાક્ષી મલિકે દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીના બબીતા ફોગટે (Babita Phogat) જ રેસલર્સને બ્રિજભૂષણ સામે પ્રદર્શન શરૂ કરવા માટે પ્રેરિત કર્યા હતા, તેમનો ઈરાદો રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ના પ્રમુખ તરીકેનો હોદ્દો સંભાળવાનો હતો.

એક મીડિયા સંસ્થા સાથે ઈન્ટરવ્યું દરમિયાન સાક્ષી મલિકે એવો પણ દાવો કર્યો હતો કે બબીતા ફોગાટે કેટલાક રેસલર્સને એક મીટિંગ માટે ભેગા કર્યા હતા, તેમને છેડતીના કેસ સહિત ફેડરેશનમાં કથિત ગેરવર્તણૂક સામે પ્રદર્શન કરવા કહ્યું હતું.

સાક્ષી મલિક એ કહ્યું કે, “બબીતા ફોગાટે બ્રિજ ભૂષણ સિંહ સામે વિરોધ કરવાના વિચાર સાથે અમારો સંપર્ક કર્યો કારણ કે તેનો પોતાનો એજન્ડા હતો કે તેણે WFI પ્રમુખ બનવું હતું.”

તેમણે વધુમાં કહ્યું કે “એવી અફવાઓ છે કે કોંગ્રેસે અમારા વિરોધને સમર્થન આપ્યું હતું, પરંતુ એ જુઠ્ઠાણું છે. હકીકતમાં, ભાજપના બે નેતાઓએ અમને હરિયાણામાં વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી મેળવવામાં મદદ કરી – બબીતા ફોગાટ અને તીરથ રાણાએ.”

નોંધનીય છે કે સાક્ષી મલિક બ્રિજ ભૂષણ સિંહ સામે લાંબા સમય સુધી પ્રદર્શનના ત્રણ અગ્રણી ચહેરાઓમાંની એક હતી. તાજેતરમાં તેણે તેનું પુસ્તક ‘વિટનેસ’ પ્રકશિત કર્યું હતું. સાક્ષી મલિકે જણાવ્યું કે જ્યારે બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટના નજીકના લોકો તેમના મનમાં લાલચ ભરવા લાગ્યા ત્યારે તેમના પ્રદર્શનમાં તિરાડ પડી.

ત્રણેએ આરોપ લગાવ્યો હતો કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ વડા બ્રિજ ભૂષણે તેમના કાર્યકાળ દરમિયાન મહિલા રેસલર્સનું યૌન ઉત્પીડન કર્યું હતું. આ મામલાની સુનાવણી હજુ દિલ્હીની કોર્ટમાં ચાલી રહી છે.

સાક્ષી મલિકે કહ્યું કે વિરોધ સંપૂર્ણપણે બબીતા ફોગાટ દ્વારા ન હતો, તે તેમના સૂચન પર શરૂ કરવામાં આવ્યો હતો.

સાક્ષીએ કહ્યું કે “એવું નથી કે અમે તેમનું આંધળું અનુકરણ કર્યું, પરંતુ અમે જાણતા હતા કે ફેડરેશનમાં જાતીય સતામણી અને છેડતી જેવા ગંભીર મુદ્દાઓ હતા. અમને એમ હતું કે એક મહિલાને અને ખાસ કરીને બબીતા ફોગાટ જેવી એથ્લીટને ચાર્જમાં રાખવાથી સકારાત્મક પરિવર્તન લાવી શકે છે અમને વિશ્વાસ હતો કે તે અમારા સંઘર્ષને સમજશે પરંતુ અમે ક્યારેય ધાર્યું નહોતું કે તે અમારી સાથે આટલી મોટી રમત રમી જશે.”

28 મે, 2023 ના રોજ નવી સંસદ ભવન તરફની કૂચ પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા પછી વિરોધ પ્રદર્શન સમાપ્ત થયું હતું. આ મહિનાની શરૂઆતમાં હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા વિનેશ અને બજરંગ બંને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker