Baba Siddique ની હત્યા કરનારા UPના શૂટર્સની માતાએ કર્યો મોટો સનસનીખેજ ખુલાસો, જાણો વિગત
Baba Siddique Latest News Updates: મુંબઈમાં અજિત પવાર જૂથના એનસીપી નેતા બાબા સિદ્દીકીની શનિવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડમાં યુપી કનેકશન સામે આવ્યું છે. હત્યાકાંડ બાદ શાર્પ શૂટર્સ ધર્મરાજ કશ્યપ અને શિવકુમાર ગૌતમ ઉર્ફે શિવાનું નામ સામે આવ્યું છે. આ બંને શાર્પ શૂટર્સ યુપીના બહરાઇચના ગંડારાના રહેવાસી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ધર્મરાજ અને શિવકુમાર બંને ઘણા વર્ષોથી મુંબઈ અને પુણેમાં રહેતા હતા. તેઓ લૉરેન્સ બિશ્નોઈ ગેંગના સંપર્કમાં ક્યારે અને કેવી રીતે આવ્યા તેની જાણકારી મળી નથી.
ધર્મરાજ કશ્યપની માતાએ શું કહ્યું
આ હત્યાકાંડમાં સામેલ ધર્મરાજ કશ્યપની માતા કુસુમાએ જણાવ્યું કે, તેઓ બહરાઇચ જિલ્લાના ગંડારા ગામના રહેવાસી છે. હત્યાકાંડની તેને કંઈ ખબર ન હોવાનું જણાવીએ તેમણે કહ્યું, જ્યારે પોલીસ આવી ત્યારે તેમને ખબર પડી. મારો પુત્ર બે મહિનાથી મુંબઈમાં રહે છે. તે ભંગારના કારોબાર માટે ગયો હતો. તેમના પાંચ પુત્રોમાંથી સૌથી ના નો પુત્ર છે.
શિવકુમારની માતા સુમને શું કહી વાત
હત્યાકાંડમાં સામેલ બીજા આરોપી શિવકુમાર ઉર્ફે શિવાની માતા સુમને જણાવ્યું, શિવકુમાર ઉર્ફે શિવા તેમનો પુત્ર છે. હત્યાકાંડ અંગે જ્યારે તેને પૂછવામાં આવ્યું ત્યારે જણાવ્યું કે અમને કોઈ જાણકારી નથી. અમને આ અંગે સવારે ખબર પડી. તેમનો પુત્ર આવો નહોતો. પુણેમાં રહીને ભંગારનું કામ કરતો હતો. તેનો અત્યાર સુધી કોઈની સાથે વિવાદ થયો નથી.
ગામના સરપંચે શું કહ્યું?
આ મામલાને લઈ ગંડારા ગામના સરપંચ મોહમ્મદ હસનૈને જણાવ્યું, પોલીસ અને ક્રાઈમ બ્રાંચ આ હત્યાકાંડની તપાસ કરી રહી છે. જે સત્ય હશે તે સામે આવશે. ધર્મરાજ બે મહિના પહેલા ગયો હતો અને શિવા સાત-આઠ મહિના પહેલા ગયો હતો. ફોન પર આ લોકો સાથે ખૂબ ઓછી વાત થતી હતી. જ્યારે સરપંચને પૂછવામાં આવ્યું કે, શું તેઓ આવું કરી શકે છે? તેનો જવાબ આપતાં જણાવ્યું, તેઓ કોઈ કાવતરાનો શિકાર બન્યા હોય તેવું બની શકે છે.