નેશનલ

મુસ્લિમ બિરાદરોને બાબા રામદેવની સલાહ, `ઇસ્લામને આતંકવાદથી મુક્ત કરવા આધ્યાત્મિકતા અપનાવો, એમાં યોગ મદદરૂપ થશે’

નવી દિલ્હીઃ મંગળવારે કાશ્મીરના પહલગામમાં ક્રૂરતા અને બર્બરતા જે રીતે ચરમસીમાએ પહોંચી ગઈ એના સર્વત્ર પ્રત્યાઘાત પડી રહ્યા છે અને એ પ્રત્યાઘાતની ઝલક અહીં દ્વિતીય એશિયન યોગાસન ચૅમ્પિયનશિપના (Asian Yogasan championship) ઉદ્દઘાટન વખતે જોવા મળી હતી જેમાં વર્લ્ડ યોગાસનના પ્રમુખ બાબા રામદેવે (Baba Ramdev) પહલગામના હુમલાને વખોડી કાઢ્યો હતો. ખેલકૂદ પ્રધાન મનસુખ માંડવિયાએ આ સ્પર્ધાનું ઉદ્દઘાટન કર્યું હતું.

પીટીઆઇના અહેવાલ મુજબ યોગની પ્રાચીન વિદ્યાને ઑલિમ્પિક્સમાં લાવવાના લક્ષ્ય પર બાબા રામદેવે ભાર મૂકયો હતો, પરંતુ એ પહેલાં તેમણે પ્રવચનની શરૂઆત 28 હિન્દુ પર્યટકોનો ભોગ લેનાર પહલગામ (PAHALGAM)ના હુમલાના ઉલ્લેખથી કરી હતી અને દેશના હિન્દુઓ પર થયેલા હુમલાની ઘટનાના મુદ્દે કહ્યું હતું કે `આપણે થોડા જ દિવસ પહેલાં જ જોયું કે ક્રૂરતા એની ચરમસીમાએ પહોંચી ગઈ હતી. બીજી રીતે કહું તો આતંકવાદ એક ધર્મ, એક સંસ્કૃતિ અને એક દેશને લક્ષ્ય બનાવી રહ્યો છે.

હું મુસ્લિમ બિરાદરોને (મિત્રોને) કહેવા માગું છું કે તેઓ જો ઇસ્લામને આતંકવાદના અભિશાપમાંથી મુક્ત કરવા માગતા હોય તો તેમણે આધ્યાત્કિતાને અપનાવી લેવી જોઈએ. એવું કરવામાં યોગના આસનો મદદરૂપ થશે. યોગ વિદ્યા હંમેશાં શાંતિ અને ગંભીરતાને પ્રોત્સાહિત કરે છે.’બે દિવસની એશિયન યોગાસન ચૅમ્પિયનશિપમાં જાપાન સહિત 16 દેશના સ્પર્ધકો ભાગ લેશે. મનસુખ માંડવિયાએ પ્રવચનમાં યોગને લગતી સ્પર્ધા વિશે જ બોલવાનો આગ્રહ રાખ્યો હતો અને માનવતાના વિકાસમાં યોગનું ખૂબ મહત્ત્વ છે, એવું તેમણે ભારપૂર્વક કહ્યું હતું.

આપણ વાંચો : બાબા રામદેવે ફરી કોર્ટ સામે હાથ જોડ્યા! હાઈકોર્ટના ઠપકા બાદ ‘શરબત જેહાદ’ની બધી જાહેરાતો દૂર કરશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button