શું આતંકીઓના નિશાન પર હતી રામ જન્મ ભૂમિ? અયોધ્યામાં સ્લીપર મોડ્યુલ સક્રિય હોવાનો થયો ખુલાસો

નવી દિલ્હી: લાલ કિલ્લા પાસે 10 નવેમ્બરે થયેલા કાર વિસ્ફોટે દેશભરમાં દહેશત ફેલાવી છે. પકડાયેલા આતંકીઓની પૂછપરછમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે ફરી એક ચોંકાવનારો ખુલાસો થયો છે, અહેવાલો પ્રમાણે તપાસ એજન્સીને જાણવા મળ્યું છે કે આંતકવાદી મોડ્યુલે ઉત્તર પ્રદેશના મંદિરો અને ધાર્મિક સ્થળોને ટાર્ગેટ કર્યા હતા. ખાસ કરીને અયોધ્યા અને વારાણી તેમના નિશાન પર હતા.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આતંકીઓ અયોધ્યામાં પણ વિસ્ફોટ કરવા માંગતા હતા. પકડાયેલા શાહીને અયોધ્યામાં સ્લીપર મોડ્યુલને એક્ટિવેટ કરી રાખ્યું હતું. પરંતુ વિસ્ફોટક મળી આવવાથી અને પોલીસની ઝડપી કાર્યવાહીથી તેમની યોજના નિષ્ફળ ગઈ. આતંકીઓએ અયોધ્યામાં આખી ઘટના અંજામ આપે તે પહેલાં જ તેમને પકડી લેવામાં આવ્યા.
તપાસમાં ખબર પડી છે કે લાલ કિલ્લા પર વિસ્ફોટની મૂળ યોજના નહોતી. વિસ્ફોટમાં ટાઈમર કે અન્ય ઉપકરણનો ઉપયોગ ન થયો, જે જલ્દબાજીમાં કરાયેલા હુમલાનો સંકેત આપે છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે મોડ્યુલનો મુખ્ય ટાર્ગેટ હોસ્પિટલો અને ગીચ વિસ્તારો હતા, જેથી વધુમાં વધુ નુકસાન થાય. આ યોજના નિષ્ફળ ગઈ.
10 નવેમ્બરે સાંજે 7 વાગ્યે લાલ કિલ્લા પાસે કારમાં થયેલા વિસ્ફોટમાં 9 લોકોનાં મોત થયાં અને 20થી વધુ ઘાયલ થયા. વિસ્ફોટની અસરથી અનેક વાહનો પણ નુકસાન પહોંચ્યું છે. આ ઘટના પછી દેશભરમાં વિવિધ જગ્યા પર તપાસ એજન્સી એલર્ક કરવામાં આવી છે. આ ઉપરાંત ગુપ્તચરોને પણ શક્રિય કરવામાં આવ્યા છે. જેનાથી અનેકને પકડવામાં આવ્યા. મુખ્ય આરોપીઓમાં ડો. મુજમ્મિલ, ડો. અદીલ અહમદ ડાર અને ડો. ઉમરના નામ છે, જેમાં ઉમર વિસ્ફોટમાં માર્યા ગયા હોવાની આશંકા છે.
આપણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ અપડેટઃ 300 કિલો એમોનિયમ નાઈટ્રેટ ક્યાં? જાણો કયા રસ્તેથી ભારતમાં આવ્યું



