Ram mandir: અયોધ્યા જવું છે? તો આ ટ્રેનની યાદી નોંધી લો: Check list
નવી દિલ્હીઃ આખો દેશ આયોધ્યા જવાની ઈચ્છા ધરાવે છે અને ઘણા પ્રવાસીઓ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા અને પછી પણ અયોધ્યા જવા ઉત્સુક છે ત્યારે રેલવે તેમની મદદે આવી છે. રેલવેએ પોતાની ઘણી ટ્રેનના રૂટમા ફેરફાર કરી અયોધ્યા સ્ટેશન પર હૉલ્ટ આપ્યો છે. રેલવેના કેન્દ્રમાં રાજ્યકક્ષાના પ્રધાન દર્શના જરદોશે આ માહિતી ટ્વીટ કરીને આપી છે. ઘણી ટ્રેન એવી છે જે હવે અયોધ્યા સ્ટેશન પર ઊભી રહેશે, જેથી ભક્તો-પ્રવાસીઓ રેલવેનો લાભ લઈ શકે.
22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. વ્યવસ્થા અને સુરક્ષાના ભાગરૂપે આ દિવસે શ્રદ્ધાળુઓને અહીં ન આવવાની અપીલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે. 22 પહેલા એક અઠવાડિયાથી એટલે કે 16મી જાન્યુઆરીથી અહીં અલગ અલગ ધાર્મિક વિધિઓ શરૂ થઈ જશે ત્યારે લોકો મોટી સંખ્યામાં અહીં આવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.
આ સાથે સમારોહ થયા બાદ મોટી સંખ્યામાં લોકો અહીં જશે તે વાતમાં કોઈ શક નથી ત્યારે ગુજરાતથી જતી ઘણી ટ્રેનને અયોધ્યા સ્ટેશન પર હૉલ્ટ આપવામાં આવ્યો છે. આ ટ્રેનમાં મહેસાણા-સલારપુર-મહેસાણા, વાપી-અયોધ્યા-વાપી, વડોદરા-અયોધ્યા-વડોદરા, પાલનપુર-સલારપુર-પાલનપુર વગેરેનો સમાવેશ થાય છે.