અયોધ્યા Rammandir માં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર, શ્રૃંગાર આરતીના સમયમાં કરાયો ફેરફાર…

અયોધ્યા :ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધી રહી છે. જોકે, તેની સાથે સાથે અયોધ્યામાં રામમંદિરના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. જેના પગલે રામ મંદિર ટ્રસ્ટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને રામલલાની શ્રૃંગાર આરતીનો સમય બદલવામાં આવ્યો છે. હવે રામલલાની શ્રૃંગાર આરતી સવારે 6 વાગ્યાને બદલે એક કલાક વહેલી સવારે 5 વાગ્યે થશે. એટલે કે રામલલાનો દરબાર સવારે ખુલશે અને મંગળા આરતીમાં ભાગ લેનારા ભક્તો હવે રામલલાની શ્રૃંગાર આરતીમાં પણ ભાગ લઈ શકશે.
Also read : Mahakumbh માં ગંગા અને યમુના નદીને આ રીતે કરાય છે સ્વચ્છ, દરરોજ 15 ટન કચરાનો નિકાલ…
ભક્તોને અવિરત દર્શન મળતા રહેશે.
રામલલાના દર્શન અને પૂજા રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રહેશે. તેમજ બપોરે પ્રસાદ ચઢાવતી વખતે ફક્ત 5 મિનિટ માટે પડદો ઢાંકવામાં આવશે. આ સમયગાળા દરમિયાન પણ ભક્તો રામલલા મંદિરમાં પ્રવેશ કરી શકશે. રામલલાની બધી આરતીઓ અને પ્રસાદ દરમિયાન ભક્તોને અવિરત દર્શન મળતા રહેશે.
17 કલાક સુધી મંદિરમાં દર્શન ચાલુ રહેશે
અયોધ્યામાં શ્રદ્ધાના પૂરને ધ્યાનમાં રાખીને, રામ મંદિર ટ્રસ્ટે રામલલાના દર્શનનો સમયગાળો ફરીથી લંબાવ્યો છે. વસંત પંચમી પછી રામલલાના દર્શન સવારે 6 વાગ્યે થઈ શકતા હતા પરંતુ હવે તે ફરીથી સવારે 5 વાગ્યે ખોલવામાં આવશે . એટલે કે 17 કલાક સુધી મંદિરમાં દર્શન ચાલુ રહેશે.
ભક્તોની ભીડ જામી
હાલ પ્રયાગરાજમાં મહાકુંભ નગર તરફ જતા બધા રસ્તાઓ ખૂબ જ ભીડ છે. માઘ પૂર્ણિમાના દિવસે લોકો સંગમમાં પવિત્ર સ્નાન કરવા આવી રહ્યા છે. આ મુશ્કેલ પરિસ્થિતિ ફક્ત પ્રયાગરાજના મહાકુંભ નગરમાં જ નહીં પરંતુ કાશી અને અયોધ્યામાં પણ દેખાઈ રહી છે. અહીં પણ ભક્તોની ભીડ જામી રહી છે.
Also read : સંસદમાં આ તારીખે રજૂ કરાશે Waqf Amendment Bill પર જેપીસીનો અહેવાલ…
લોકોનો પ્રવાહ અવિરતપણે ચાલુ
જોકે, મહાકુંભ શહેર તરફ જતી ભીડને નિયંત્રિત કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. રેલ્વે અને સ્થાનિક વહીવટીતંત્રે મોટી સંખ્યામાં લોકો ત્યાં આવી રહ્યા હોવાથી ભારે ભીડનો સામનો કરવા માટે ભક્તો માટે ઘણી નવી વ્યવસ્થાઓ કરી છે. પરંતુ ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામ અને અન્ય સમસ્યાઓ હોવા છતાં મહાકુંભ નગર અને વારાણસીમાં લોકોનો પ્રવાહ અવિરતપણે ચાલુ રહે છે.