નેશનલ

અયોધ્યા રામ મંદિરમાં નવા પૂજારીઓની નિમણૂક થશે

ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી

અયોધ્યાઃ અત્રે બની રહેલા ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક પહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ નવા પૂજારીઓની નિમણૂક કરશે. આ માટે રસ ધરાવતા વ્યક્તિઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 31મી ઓક્ટોબર છે. પસંદગી પામેલા ઉમેદવારોને 6 મહિનાની તાલીમ આપવામાં આવશે, ત્યારબાદ તેઓએ પ્રવેશ પરીક્ષામાં પણ બેસવાનું રહેશે.

જાન્યુઆરી 2024માં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. તે પહેલા ટ્રસ્ટ દ્વારા ભગવાન રામ લલ્લાના રોજના શણગાર, પૂજા અને ભોગની વ્યવસ્થા માટે પૂજારીઓની નિમણૂક માટે અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની અધિકૃત વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર છે. અયોધ્યા ક્ષેત્રના ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.


પૂજારીની પસંદગી પ્રવેશ પરીક્ષા દ્વારા કરવામાં આવશે. જે બાદ 6 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવશે. તાલીમ દરમિયાન, પૂજારીઓને દર મહિને 2000 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ આપવામાં આવશે. રામ મંદિર ટ્રસ્ટના સભ્ય ડૉ.અનિલ મિશ્રાએ જણાવ્યું કે અરજદારોની ઉંમર 20-30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉપરાંત, અરજદારે 6 મહિના માટે શ્રી રામનાનંદીય દીક્ષા લીધી હોવી જોઈએ અને ગુરુકુલ શિક્ષણ પ્રણાલીમાં અભ્યાસ કરેલ હોવો જોઈએ. તાલીમ દરમિયાન પૂજારી પદ માટે ઇચ્છુકો માટે રહેવા અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે કહ્યું કે તાલીમ બાદ રામ મંદિરમાં ઉત્તમ પૂજારી તૈનાત કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button