નેશનલ

શ્રદ્ધાળુઓ માટે ખુશ ખબર: આ તારીખે રામ મંદિર પરિસરના 6 મંદિરો દર્શન માટે ખુલશે…

અયોધ્યા: રામ મંદિરના દર્શન કરવા ઈચ્છુક શ્રદ્ધાળુ માટે આનંદના સમાચાર છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ માહિતી આપી છે કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ 5 જૂન સુધીમાં પૂર્ણ (Ayodhya Ram Mandir Construction) થઇ જશે. આ પછી, રામ મંદિર સંકુલમાં બનેલા અન્ય 6 મંદિરો લોકો માટે ખોલવામાં આવશે.

https://twitter.com/BjpSashi/status/1917244102162481438

રામ મંદિરનું કામ 99 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે, પહેલો માળ અને બીજો માળ પણ પૂર્ણ થઈ ગયો છે. શિખર પરનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. મંદિરનું તમામ બાંધકામ હવે લગભગ પૂર્ણ થઈ ગયું છે. બાકીના મંદિરોનું કામ 5 જૂનના રોજ પૂર્ણ થઇ જશે, તેના બીજા દિવસે 6 જૂનના રોજ આ મંદિરો પણ શ્રદ્ધાળુઓ માટે ખુલા મુકવામાં આવશે.

મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી:
નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે મંદિર પરિસરમાં મહર્ષિ વાલ્મીકિ, શ્રી વશિષ્ઠ, વિશ્વામિત્ર, અહલ્યા, નિષાદરાજ મહારાજ, શબરી માતા અને અગસ્ત્ય મુનિની મુતીઓ સ્થાપિત કરવામાં આવી છે. 5 જૂને રામ દરબાર સાથે આ બધા મંદિરોમાં પૂજા કરવામાં આવશે. ત્યાર બાદ મંદિરો જાહેર જનતા માટે ખોલવામાં આવશે. ચંપત રાય 5 જૂનના વિગતવાર કાર્યક્રમની જાહેરાત કરશે.

42 ફૂટ ઊંચો ધ્વજસ્તંભ:
આજે મંગળવારે સવારે વૈશાખ શુક્લ દ્વિતીયાની સવારે 8 વાગ્યે મંદિરના મુખ્ય શિખર પર 42 ફૂટ ઊંચો ધ્વજસ્તંભ સ્થાપિત કરવામાં આવ્યો. ધ્વજસ્તંભ સ્થાપન પ્રક્રિયા સવારે 6:30 વાગ્યે શરૂ થઈ અને દોઢ કલાકમાં પૂર્ણ થઈ. મંદિરના મુખ્ય શિખર સ્થાપિત કરવામાં આવેલો આ 42 ફૂટ ઊંચો ધ્વજસ્તંભ દૂરથી દેખાય છે. મંદિરની ભવ્યતા અને પવિત્રતાને અનુરૂપ આ ધ્વજસ્તંભ ખાસ ડિઝાઇન કરવામાં આવ્યો છે.

આપણ વાંચો : Ram Mandir: વડા પ્રધાન મોદીએ વધુ કેટલાક રામ ભજન શેર કર્યા, કહ્યું ‘રામાયણે સમગ્ર વિશ્વને પ્રરણા આપી’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button