અયોધ્યામાં રામમંદિર ધ્વજારોહણ કાર્યક્રમમાં સાંસદ અવધેશ પ્રસાદને આમંત્રણ ન અપાતા વિવાદ

અયોધ્યા : અયોધ્યામાં આજે પીએમ મોદીએ વૈદિક મંત્રોચ્ચાર અને જય શ્રી રામના નારા વચ્ચે શ્રી રામ જન્મભૂમિ મંદિર ઉપર ભગવો ધ્વજ ફરકાવ્યો હતો. આ સમારોહ સાથે મંદિરનું બાંધકામ સત્તાવાર રીતે પૂર્ણ થયું. પીએમ મોદીએ રામ મંદિર ધ્વજ ફરકાવવાને યુગપ્રતિક્રમણ ગણાવ્યું છે. જોકે, હવે આ મુદ્દે વિવાદ સર્જાયો છે.
અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદે રામ મંદિરમાં ધર્મ ધ્વજ સ્થાપના સમારોહમાં આમંત્રણ ન મળવા પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે હું દલિત સમુદાયનો છું. તેથી આમંત્રણ આપવાના નથી આવ્યું.
સંકુચિત માનસિકતાનું પ્રતિબિંબ
તેમણે વધુમાં જણાવ્યું કે, આ રામની મર્યાદાનું નહિ પરંતુ કોઈ બીજાની સંકુચિત માનસિકતાનું પ્રતિબિંબ છે. રામ બધાના છે. મારો વિરોધ કોઈ પદ કે આમંત્રણ માટે નથી. પરંતુ આદર, સમાનતા અને બંધારણની મર્યાદા માટે છે.
અવધેશ પ્રસાદ અયોધ્યાના સાંસદ છે તેથી તેમની અપેક્ષા હતી કે તેમને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવશે. પરંતુ આમંત્રણ આપવાના આવ્યું નહિ. તેમજ કાર્યક્રમ બાદ તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાની નારાજગી વ્યક્ત કરી.
સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદે એક દિવસ પૂર્વે 24 નવેમ્બરના રોજ પોસ્ટ કરી હતી કે, જો જો મને આમંત્રણ આપવામાં આવશે, તો હું ખુલ્લા પગે જઈશ. તેમજ જણાવ્યું હતું કે તેમને રામ મંદિરમાં ધર્મ ધ્વજા સમારોહનું આમંત્રણ મળ્યું નથી. સ્થાનિક સાંસદના આ નિવેદન છતાં તેમને કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.
આપણ વાચો: “જય શ્રીરામ, શંખનાં નાદ”: PM મોદીએ રામ મંદિરના શિખર પર ફરકાવી ભવ્ય ધર્મ ધ્વજા…
પીએમ મોદીએ 5 ઓગસ્ટ 2020ના રોજ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 ઓગસ્ટ 2020 ના રોજ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. ત્યારબાદ પીએમ મોદીએ 22 જાન્યુઆરી 2022 ના રોજ રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. જોકે, તે સમયે મંદિરનો બાકીનો ભાગ હજુ બાંધકામ હેઠળ હતો. તેથી ધર્મ ધ્વજા ફરકાવવામાં આવી ન હતી. હવે મંદિરનું બાંધકામ લગભગ પૂર્ણ થઈ ગયું છે તેથી ધર્મ ધ્વજા ફરકાવવામાં આવી છે.



