ટોપ ન્યૂઝનેશનલ

સામાન્ય માણસ ક્યારે કરશે પ્રભુ શ્રીરામના દર્શન? મંદિરનો સમય, કઇ રીતે જવું- જાણો બધા સવાલોના જવાબ

આજે Ram mandirના ઉદ્ઘાટન પ્રસંગને પગલે Ayodhyaમાં દેશવિદેશના મહાનુભાવો ઉમટી રહ્યા છે. મોટાપાયે VVIP મુવમેન્ટને કારણે આખી અયોધ્યા નગરી એક અભેદ્ય કિલ્લામાં ફેરવાઇ ગઇ છે. ત્યાં સ્થાનિકો માટે પગ મુકવાની પણ જગ્યા નથી, અંદાજે 7 હજારથી પણ વધુ લોકો આજે અયોધ્યામાં ઉપસ્થિત રહેવાની ધારણા છે, ત્યારે સામાન્ય માણસ પ્રભુના દર્શન ક્યારે કરી શકશે તે એક સવાલ છે, જો કે સામાન્ય માણસને સ્પર્શતી રામમંદિરની તમામ બાબતોનો અહીં જવાબ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

22 જાન્યુઆરીના રોજ સામાન્ય માણસ જઇ શકશે?
લગભગ આ શક્ય બને તેમ લાગતું નથી, કારણકે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓનો તથા VVIPનો ધસારો આખો દિવસ રહેવાનો છે. પરંતુ બીજા દિવસથી એટલે કે 23 જાન્યુઆરીથી દર્શન કરી શકાશે.


મંદિરમાં દર્શનનો સમય શું હશે?
Ayodhya Ram mandir Time સામાન્ય પણે ભક્તોના દર્શન માટે સવારે 7:00થી 11:30 કલાક સુધી અને તે પછી બપોરે 2:00 કલાકથી સાંજે 7:00 કલાક સુધી ખુલ્લું રહેશે. વચ્ચેના અઢી કલાક પ્રભુને આરામ માટે દર્શન બંધ રાખવામાં આવશે.


મંદિરની આરતીમાં ભાગ કઇ રીતે લઇ શકાય?
ભક્તોને આરતીમાં ભાગ લેવા માટે પાસની જરૂર પડશે. શ્રી રામમંદિર ટ્રસ્ટ તરફથી જ પાસ આપવામાં આવશે. પાસ માટે આઇડી-પ્રુફ જરૂરી છે. એક સમયે ફક્ત 30 લોકો જ આરતીમાં ભાગ લઇ શકશે.


મંદિરની આરતીનો સમય શું રહેશે?
રામમંદિરમાં રામલલ્લાની આરતી દિવસમાં 3 વાર થશે. વહેલી સવારે 6:30 કલાકે, જાગરણ અથવા શ્રૃંગાર આરતી, બપોરે 12 કલાકે ભોગ આરતી, તે પછી સાંજે 7:30 કલાકે સંધ્યા આરતી થશે.


મંદિરમાં દર્શન માટે કોઇ ચાર્જ છે?
હાલ તો દર્શન માટે કોઇ ચાર્જ આપવો પડતો નથી. દર્શન મફત છે. પરંતુ આરતીમાં ભાગ લેવા માટે પાસ લેવો જ પડશે. પાસ ધરાવતા લોકોને જ આરતીમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે.


અયોધ્યા જવાના રસ્તા કયા કયા?
રેલ, બસ અને હવાઇમાર્ગ-આ ત્રણ રસ્તેથી અયોધ્યા પહોંચી શકાશે. અયોધ્યા રેલવે સ્ટેશનથી મંદિર માત્ર 5 કિમી દૂર છે, મહર્ષિ વાલ્મિકી એરપોર્ટથી મંદિરનું અંતર 17 કિમી છે. એ સિવાય લખનૌ એરપોર્ટથી પણ મંદિર જઇ શકાશે, જો કે 160 કિમીનું અંતર કાપવું પડશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત