Ayodhya પ્રાણ પ્રતિષ્ઠાઃ મુસ્લિમ કાર સેવકોને ‘અક્ષત નિમંત્રણ’ મળ્યું, કાર સેવકો ખુશખુશાલ
લખનઉ: 22 જાન્યુઆરીના Ayodhyaમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં દેશભરમાંથી રામ ભક્તો, કાર સેવકોને આમંત્રણ મોકલવામાં આવી રહ્યું છે, ત્યારે અયોધ્યા નજીકના ગામડાઓમાં વસતા મુસ્લિમ કાર સેવકોને અક્ષત પત્રિકા મળતા ખુશખુશાલ થયા હતા.
Ayodhyaથી જ્યારે મોહમ્મદ હબીબ માટે ચોખા અને એક પત્ર આવ્યો ત્યારે તે ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. ભાજપના જિલ્લા એકમમાં વિવિધ પદો પર રહી ચૂકેલા 70 વર્ષીય કારસેવકે જણાવ્યું હતું કે મને અક્ષત સાથે અયોધ્યાનો ફોટા સાથેનું આમંત્રણ જોઇને આનંદ થયો છું. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારા માટે પણ ‘અક્ષત નિમંત્રણ’ મોકલવામાં આવશે.
22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય અભિષેક સમારોહની તૈયારીઓ ચાલી રહી હોવાથી અયોધ્યાથી અક્ષત અને રામ મંદિરની તસવીર તમામ કાર સેવકોને મોકલવામાં આવી રહી છે. જેમાં મોહમ્મદ હબીબ પણ એક સમયે કાર સેવકની ભૂમિકા નિભાવી ચૂક્યા હતા.
હબીબે કહ્યું હતું કે વિવાદિત માળખું 6 ડિસેમ્બર 1992ના રોજ તોડી પાડવામાં આવ્યું હતું, જેનાથી દેશભરમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. અને તે સમયે હું અને અમારો એક આખો સમૂહ કાર સેવકો તરીકે ગયા હતા. એ સમયે અમે રામ મંદિર બને તેની તરફેણમાં હતા એટલે અમારી કોમના ઘણા લોક પણ અમારી વિરુદ્ધ હતા, પરંતુ અમે જાણતા હતા કે અહીં પહેલા રામ મંદિર હતું. એટલે રામ મંદિર બનવું જ જોઈએ. ત્યારે આજે મારા સિવાય મારા ઘણા મિત્રોને પણ આ રીતે અક્ષત અને પ્રભુ રામની તસવીર સાથેનું નિમંત્રણ મળ્યું છે.
હબીબ સિવાય મિર્ઝાપુરના પડોશી જિલ્લા વારાણસીમાં મુસ્લિમ મહિલાઓના કલ્યાણ માટે કામ કરતી પોતાની મુસ્લિમ મહિલા ફાઉન્ડેશન ચલાવતી સામાજિક કાર્યકર્તા નાઝનીન અંસારીને પણ અક્ષત અને ભગવાન રામની તસવીર સાથેની આમંત્રણ પત્રિકા મળતા ખૂબ જ ખુશ છે. તેમણે અયોધ્યાથી રામ જ્યોતિ જે એક ખાસ પ્રકારના દીવા છે અને તે લાવવાનું નક્કી કર્યું છે. તે દીવા વારાણસીમાં વસતા તમામ પરિવારોમાં વહેંચવાનું નક્કી કર્યું છે.
નઝમાએ કહ્યું હતું કે અમે ભગવાન શ્રી રામની જ્યોત લાવીને કાશીમાં હિન્દુ અને મુસ્લિમ પરિવારોને આપીશું અને તેમને 22 જાન્યુઆરી સુધી તેને સતત પ્રજ્વલિત રાખવાની અપીલ કરીશું. આ કારણ છે કે અહીં દરેક વ્યક્તિ જાણે છે કે ભગવાન રામ દરેક કણમાં વસે છે. આપણે બધા જાણીએ છીએ કે આપણે આપણો ધર્મ બદલી શકીએ છીએ, પરંતુ આપણે આપણા પૂર્વજોને બદલી શકતા નથી. ભગવાન રામના આવવાથી અયોધ્યા પવિત્ર થશે, આનાથી વધુ આનંદની વાત શું હોઈ શકે? અને હવે નફરતનો યુગ પૂરો થવા આવ્યો છે.