નેશનલ

એક વ્યક્તિએ આખેઆખા ભગવાન પર કબજો કરી લીધો : ખડગે

Bharat Jodo Nyay Yatra: અયોધ્યામાં આવતીકાલે 22 Januaryના રોજ યોજાનારા ભવ્ય રામમંદિરના ઉદ્ઘાટન સમારોહ પહેલા કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે આસામમાં એક રેલીને સંબોધન કરતા નિવેદન આપ્યું હતું કે એક વ્યક્તિએ આખેઆખા ભગવાન પર કબજો કરી લીધો છે.

“પીએમ મોદી રામમંદિરમાં છે પણ અન્ય તમામ મહત્વપૂર્ણ વ્યક્તિઓ બહાર છે, તેઓ (પીએમ) ઇચ્છે છે કે તેઓ પોતે જ બધા મહત્વના કામ કરી લે. જો તમારે એકલા જ બધું કરવું હોય તો વોટ કેમ બીજા પાસેથી માગો છો?” તેવું ખડગેએ કહ્યું હતું.

‘હિમંતા બિસ્વા સરમા કન્વર્ટેડ સીએમ છે’ તેમ કહી મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે “તેઓ અમારે ત્યાંથી (કોંગ્રેસ) નીકળીને ભાજપમાં ગયા છે, આથી તેઓ એક ‘કન્વર્ટેડ સીએમ’ છે. તેઓ અમને ધમકીઓ આપી રહ્યા છે. ભાજપના લોકોએ યાત્રા પર હુમલો કર્યો, ગાડીના કાચ તોડ્યા, પોસ્ટરો ફાડ્યા. અહીંના સીએમ એ ભૂલી જાય છે કે પોતે કેટલા કૌભાંડો આચર્યા છે. કેટલી કલમો હેઠળ ગુના નોંધાયા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે આસામના મુખ્યપ્રધાન સૌથી વધુ ભ્રષ્ટ છે. તેમની સાચી અને સાફ છબી એ મોદી-શાહના વોશિંગ મશીનની ધુલાઇનો કમાલ છે.” તેવું ખડગેએ જણાવ્યું હતું.

આ સાથે જ ભારત ન્યાય જોડો યાત્રા પર નિવેદન આપતા ખડગેએ ઉમેર્યું હતું કે આ યાત્રાને પગલે ભાજપના લોકો ડરી ગયા છે. તેઓ જયરામ રમેશની ગાડી પર હુમલો કરી રહ્યા છે. પરંતુ અમે કોંગ્રેસના સૈનિકો છીએ. અમે અંગ્રેજોથી ડર્યા નહોતા તો ભાજપથી શું ડરવાના? રાહુલ ગાંધીએ જ્યારે કન્યાકુમારીથી કાશ્મીરની યાત્રા કરી ત્યારે કોઇ હિંસા-પથ્થરમારો થયો નહિ, પરંતુ આસામમાં થયું. એ સૂચવે છે કે સરમા અલ્પસંખ્યકોને ડરાવવા માગે છે. ભાજપ દરેક રાજ્યની સરકાર દિલ્હીથી ચલાવવા માગે છે. તેવું ખડગેએ નિવેદન આપ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button