
અયોધ્યાઃ આજે પ્રભુ શ્રી રામનો જન્મ દિવસ એટલે રામનવમીની ભવ્ય ઉજવણીઓ થઈ રહી છે. આજે અયોધ્યા નગરીને ભવ્ય અને દિવ્ય રોશનીથી ઝગમગી ઉઠી હતી. રામ નવમીના આ શુભ અવસર પર અયોધ્યામાં 2 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા છે. અયોધ્યામાં અત્યારે ભક્તિની ભાવના ચારેય દિશામાં જોવા મળી રહી છે. શ્રી રામ લલ્લાના મંદિરોમાં શંખ ફૂંકાયા છે અને સરયુ નદીના કિનારા દીવાના પ્રકાશથી ઝળહળતા દેખાતા હતા. એવું લાગે છે કે અયોધ્યાની ભૂમિ શ્રી રામના જન્મના આનંદમાં ઉત્સાહિત થઈ ગઈ છે. માત્ર રામ મંદિર જ નહીં, પરંતુ આજે તો આખી અયોધ્યા નગરી શ્રી રામમાં નાદમાં રામમય બની ગઈ છે.
ખૂદ સૂર્યનારાણયે ભગવાન શ્રીરામને કર્યું સૂર્યતિલક
હજારોની સંખ્યામાં આજે શ્રદ્ધાળુઓ અયોધ્યામાં શ્રી રામના દર્શન કરવા માટે પધાર્યા છે. નોંધનીય છે કે, આજે બપોરે 12 વાગ્યાથી અયોધ્યામાં રામ જન્મોત્સવની ઉજવણી થઈ ગઈ હતી. આજે સવારે 09:30 કલાકે ભગવાન રામલલાનો વિશેષ અભિષેક થયો, જે એક કલાક સુધી ચાલ્યો. જેમાં પ્રભુ શ્રીરામનું દિવ્ય સ્વરૂપ પણ જોવા મળ્યું હતું. આ પછ મંદિરમાં ફણ ભવ્ય રીતે શણગારવામાં આવ્યો હતો. આજે શ્રીરામની પૂજા અને આરતી બાદ ખુદ સૂર્યનારાણયે પણ તિલક કર્યું હતું. રામલલાના કપાળ પર લગભગ 4 મિનિટ સુધી સૂર્ય કિરણો પડ્યા. આ સૂર્ય તિલકને ઈસરોના વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવ્યું છે. દુનિયાભરના ભક્તોએ રામલલાના સૂર્ય તિલકના દર્શન કર્યા. જેના વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયાં છે.
ભગવાન શ્રી રામને 56 પ્રકારના ભોગ ધરવામાં આવ્યાં

આજે રામ નવમી નિમિત્તે અયોધ્યાના સરયુ ઘાટ પર સાંજની આરતી કરવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે, આજે સવારે ભગવાન રામનો અભિષેક કરવામાં આવ્યો હતો. સવારે 9.30 વાગ્યાથી 10.30 વાગ્યા સુધી ભગવાનને શણગારવામાં આવ્યા, ત્યાર બાદ ભક્તોને પ્રસાદ આપવામાં આવ્યો હતો. ચૈત્ર શુક્લ નવમી તિથિએ બપોરે 12 વાગ્યે ભગવાનનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો. પ્રથમ જન્મની આરતી કરવામાં આવી. ભગવાનને 56 પ્રકારના ભોગ એટલે કે છપ્પન ભોગ ચઢાવવામાં આવ્યા હતાં.
હજારો ભક્તોએ શ્રી રામના બાળ સ્વરૂપના દર્શન કર્યા

ધર્મભૂમિ અયોધ્યામાં શ્રી રામનો જન્મ થયો હતો. જેથી આજે શ્રીરામ જન્મોત્સવને લઈને અયોધ્યાના રામ મંદિરમાં 1 લાખ મંત્રો સાથે ઉજવણી કરવામાં આવી હતી. રામ મંદિર ખાતે અંગદ ટીલા પર કથા, શ્રી રામ ચરિત માનસનું પાઠ અને વાલ્મીકિ રામાયણ સહિત અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તોએ શ્રી રામના બાળ સ્વરૂપના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
આપણ વાંચો : “ભયે પ્રગટ કૃપાલા” અયોધ્યામાં ભગવાન રામના જન્મોત્સવની દિવ્ય ઉજવણી; સુર્યતિલકનાં અલૌકિક દર્શન