રામ લલ્લાના આગમનથી અચાનક જ અયોધ્યાની ધરતી બની ગઈ Gold Mine…
અયોધ્યા: આજે જ આખો દેશ લાંબા સમયથી જે ઐતિહાસિક ક્ષણની રાહ જોઈ રહ્યો હતો તે ક્ષણ આવી પહોંચી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો અવિસ્મરણીય અને યાદગાર પ્રસંગ રંગેચંગે પાર પડ્યો. પરંતુ શું તમે જાણો છો કે અયોધ્યામાં રામ લલ્લાના આગમનથી ધરતીનો ટુકડો સોનાનો બની ગયો છે? નહીં ને? ચાલો તમને જણાવીએ કઈ રીતે… વાત જાણે એમ છે કે જ્યારથી સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિનો ચુકાદો તરફેણમાં આપ્યો છે ત્યારથી જ અયોધ્યા ખાતે પ્રોપર્ટીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે પરિસ્થિતિ એટલી બધી બદલાઈ ગઈ છે કે વર્ષો પહેલાં જે જમીનની કિંમત લાખોમાં હતી એ જમીનની કિંમત આજે રામ લલ્લાના આગમન સાથે જ કરોડોમાં પહોંચી ગઈ છે. એક રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો 2019માં જ્યારથી ચુકાદો આવ્યો છે ત્યારથી અહીં જમીનની કિંમતમાં 25થી 30 ટકાનો વધારો જોવા મળ્યો છે અને ભવિષ્યમાં આ કિંમતમાં હજી વધારો જોવા મળી શકે છે. બીજા એક અહેવાલમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે પાંચ વર્ષ પહેલા અયોધ્યામાં પ્રોપર્ટીના જે ભાવ હતા એમાં પાંચથી દસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. દાખલા તરીકે પાંચ વર્ષ પહેલાં જે જમીનની કિંમત 35લાખ રૂપિયા હતી એના ભાવ આજે વધીને 3 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયા છે. અયોધ્યામાં જમીનના ભાવ આસમાનને આંબી રહ્યા છે અને એમાં પણ ખાસ કરીને મંદિરની આસપાસની જમીન.
નજીકના ભવિષ્યમાં મંદિરની નજીકમાં અલગ અલગ વિકાસકામ થવા જઈ રહ્યા છે. સરકાર પણ અહીં પર્યટનને ધ્યાનમાં લઈને જ યોજનાઓ બનવવામાં આવી રહી છે. અયોધ્યામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા લોકોના કહેવા અનુસાર અયોધ્યા મંદીરની 10 કિલોમીટરની અંદર ખાલી જમીન શોધવાનું કામ ખુબ જ અઘરું છે. જો ભૂલેચુકે કોઈ ખાલી પ્લોટ મળી પણ જાય તો તેનો કિંમત 20થી 25 હાજર સ્ક્વેર ફૂટ જેટલી હોય છે. ટૂંકમાં આ બધી વાતો અને આંકડાઓ સાંભળીને એવું તો કહી શકાય કે જો અત્યારે તમે અયોધ્યામાં પ્રોપર્ટીમાં રોકાણ કરશો તો બે ચાર વર્ષ પછી જ તમને 15થી 20 ટકાનું રિટર્ન મળી શકે છે. આ જ કારણસર રિયલ એસ્ટેટ ક્ષેત્રે એવું કહેવાઈ રહ્યું છે કે રામ લલ્લાના આગમનથી અયોધ્યાની ધરતી સોનાની બની ગઈ છે.