ભવ્ય દીપોત્સવની પૂર્વસંધ્યાએ અયોધ્યા ભક્તિમય: દિવાળી પહેલાં રામ કી પૈડી ઝગમગી ઉઠી, લેઝર શોનો ટ્રાયલ પૂર્ણ.

અયોધ્યા: ભગવાન શ્રી રામની નગરી અયોધ્યામાં આગામી ૧૯ ઓક્ટોબરે યોજાનારા ભવ્ય દીપોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ભવ્ય કાર્યક્રમ પહેલાં, રામ કી પૈડી ખાતે લેઝર અને લાઇટ શોનું સફળતાપૂર્વક ટ્રાયલ કરવામાં આવ્યું હતું. સરયૂના કિનારે ભવ્ય પ્રકાશમય માહોલ સર્જાયો હતો.
સંધ્યા આરતી અને રેકોર્ડની તૈયારી:
મળતી વિગતો અનુસાર, ભગવાન શ્રી રામની નગરી અયોધ્યામાં આગામી ૧૯ ઓક્ટોબરે યોજાનારા ભવ્ય દીપોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ભવ્ય કાર્યક્રમ પહેલાં, રામ કી પૈડી ખાતે લેઝર અને લાઇટ શોનું સફળતાપૂર્વક ટ્રાયલ કરવામાં આવ્યું હતું. દીપોત્સવની પૂર્વસંધ્યાએ, સરયૂ ઘાટ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સંધ્યા આરતીમાં ભાગ લીધો હતો, જેનાથી આખો માહોલ ભક્તિમય બની ગયો હતો.
#WATCH | उत्तर प्रदेश: अयोध्या में सरयू घाट पर बड़ी संख्या में लोगों ने संध्या आरती की। pic.twitter.com/qeju24IXzR
— ANI_HindiNews (@AHindinews) October 18, 2025
અયોધ્યામાં આ વખતે નવો રેકોર્ડ બનાવવાની તૈયારી ચાલી રહી છે. વિવિધ યુનિવર્સિટીઓના અને હાઇસ્કૂલોના ૧૦,૦૦૦ થી વધુ સ્વયંસેવકો દ્વારા ૨૬ લાખથી વધુ દીવા પ્રગટાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આના દ્વારા ગયા વર્ષે સર્જાયેલો રેકોર્ડ તોડવાની તૈયારીઓ ચાલી રહી છે. દીપોત્સવ માટેના દીવાઓની ગણતરી તેમને રાખવાના ચોક્કસ પેટર્નના આધારે કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : સોળે કળાએ ખીલી ઉઠી અયોધ્યા નગરી, રામ નવમીના મહોત્સવમાં આવશે 50 લાખ શ્રદ્ધાળુ…
ઉલ્લેખનીય છે કે આવતીકાલે સવારથી જ આ દીવાઓમાં વાટ અને તેલ નાખવાનું કામ શરૂ કરી દેવામાં આવશે અને સાંજે આ તમામ દીવાઓ પ્રગટાવવામાં આવશે.ભવ્ય દીપોત્સવ માટે સમગ્ર અયોધ્યા નગરીને શણગારવામાં આવી રહી છે, જે આ પવિત્ર પ્રસંગને વધુ દિવ્ય અને યાદગાર બનાવશે.