નેશનલ

આ બેંકના ક્રેડિટ કાર્ડ ધારકોના ખિસ્સા પર બોજ વધશે, બેંકે લીધો આવો નિર્ણય

મુંબઈ: દેશની એક અગ્રણી પ્રાઈવેટ સેક્ટર બેંક એક્સિસ બેંકે ક્રેડિટ કાર્ડ ધારકોને મોટો ઝટકો (AXIS bank credit card) આપ્યો છે. બેંક 20 ડિસેમ્બરથી તેના ક્રેડિટ કાર્ડ ધારકો પાસેથી કોઈપણ ટ્રાન્સફર પાર્ટનરને ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ ટ્રાન્સફર કરવા માટે રૂ. 199 ની રિડેમ્પશન ફી વસૂલશે. આ સિવાય એક્સિસ બેંકે ક્રેડિટ કાર્ડ સાથે સંબંધિત ઘણા ફેરફારોની જાહેરાત કરી છે, જે 20 ડિસેમ્બરથી અમલમાં આવશે.

ઇન્ટરેસ્ટમાં વધારો:
20 ડિસેમ્બરથી, એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ્સ પર ફાઇનાન્સ અથવા ઇન્ટરેસ ચાર્જ વર્તમાન 3.60% પ્રતિ મહિનાથી વધીને 3.75% પ્રતિ મહિના થશે. વાર્ષિક ઇન્ટરેસ ચાર્જ વર્તમાન 43.20% થી વધીને 45.00% થશે. વ્યાજ દરમાં આ વધારો અમુક ચોક્કસ કાર્ડ સિવાયના તમામ ક્રેડિટ કાર્ડ પર લાગુ થશે.

પેમેન્ટ ફેઇલ્યોર માટે ચાર્જમાં વધારો:
એક્સિસ બેંક SI, NACH પેમેન્ટ ફેઇલ્યોર, ઓટો ડેબિટ રિવર્સલ અથવા ચેક રિટર્ન પર ચાર્જ વસૂલે છે. આ ચાર્જ કુલ રકમના 2% અથવા લઘુત્તમ રૂ. 450 છે, જેની મહત્તમ મર્યાદા રૂ. 1,500 છે. 20 ડિસેમ્બરથી લઘુત્તમ રકમ 500 રૂપિયા કરવામાં આવશે. તેમજ 1,500 રૂપિયાની ટોચમર્યાદા પણ દૂર કરવામાં આવશે. આ ફેરફાર બર્ગન્ડી પ્રાઈવેટ ક્રેડિટ કાર્ડ, ઓલિમ્પસ ક્રેડિટ કાર્ડ અને પ્રાઈમસ ક્રેડિટ કાર્ડ સિવાયના તમામ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ પર લાગુ થશે.

Also Read – ચાંદીમાં રૂ. 1065નો ચમકારો, સોનામાં રૂ. 146નો સુધારો

ક્રેડીટ કાર્ડ બીલ પેમેન્ટના ચાર્જમાં વધારો:
બાકી ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી કરવા માટે ઓનલાઈન પેમેન્ટ મોડનો ઉપયોગ કરવા ઉપરાંત, બેંકની બ્રાંચમાં પણ ચૂકવી કરી શકાય છે. 20 ડિસેમ્બરથી, એક્સિસ બેંક શાખાઓમાં રોકડ ચુકવણી માટે રૂ. 175 ચાર્જ કરશે, હાલમાં આ ફી 100 રૂપિયા છે. એક દિવસમાં વધુમાં વધુ 50,000 રૂપિયાની રોકડ ચુકવણી થઇ શકે છે.
બર્ગન્ડી પ્રાઈવેટ ક્રેડિટ કાર્ડ, પ્રાઈમસ ક્રેડિટ કાર્ડ અને ઈન્સ્ટા ઈઝી ક્રેડિટ કાર્ડ સિવાય તમામ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ પર રોકડ ચુકવણી માટે આ ચાર્જ લાગુ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button