સ્વામી અવિમુક્તેશ્વરાનંદને અયોધ્યામાં નહીં મળે પ્રવેશ! જાણો કોણે આપી આ ચેતવણી?

અયોધ્યાઃ ઉત્તર પ્રદેશમાં હવે રાજકીય વિવાદમાં સંતો-આચાર્યો પણ આવી રહ્યાં છે. અવિમુક્તેશ્વરાનંદને લઈને અયોધ્યાના તપસ્વી છાવણીના પીઠાધીશ્વર જગતગુરૂ પરમહંસ આચાર્યે મોટી પ્રતિક્રિયા આપી અને આકરૂ વલણ અપનાવ્યું છે. અયોધ્યાના તપસ્વી છાવણીના પીઠાધીશ્વર જગતગુરૂ પરમહંસે સીએમ યોગી આદિત્યનાથના સમર્થમમાં આવીને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે અવિમુક્તેશ્વરાનંદને ચેતવણી પણ આપી છે. જગતગુરૂ પરમહંસે આચાર્યે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને અયોધ્યમાં પ્રવેશ ના આપવાનું અલ્ટીમેટમ જાહેર કર્યું છે, જેના કારણે વિવાદ વધારે ઉગ્ર બની શકે છે.
શું છે આખરે આ સમગ્ર મુદ્દો?
થોડી દિવસ પહેલા અવિમુક્તેશ્વરાનંદે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પર અભદ્ર ટિપ્પણ કરી હતી. આના કારણે અયોધ્યાના તપસ્વી છાવણીના પીઠાધીશ્વર જગતગુરૂ પરમહંસ નારાજ થયા અને અવિમુક્તેશ્વરાનંદને આ ચેતવણી આપી છે. માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં પરંતુ ભારતભરમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કેટલાક સંતો અવિમુક્તેશ્વરાનંદને સમર્થન કરી રહ્યાં છે તો અનેક સંતો સીએમ યોગીના સમર્થનમાં પણ આવ્યાં છે.
CM યોગી પર અભદ્ર ટિપ્પણીના કારણે જગતગુરૂ પરમહંસે નારાજ
મામલાની વાત કરવામાં આવે તો, મૌની અમાવસ્યાએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદને રથ લઈ સાથે સંગમ ક્ષેત્રમાં ત્રિવેણી સંગમ ઘાટ પર રોકવામાં આવ્યાં હતાં. તેમને સ્નાન કરતા રોકવામાં આવ્યાં તેના કારણે વિવાદ શરૂ થયો હતો. તે બાદ સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પોલીસ પર પણ આક્ષેપ કર્યાં હતા કે પોલીસે તેમની સાથે ગેરવર્તન કર્યું હતું. એટલું જ નહીં પરંતુ આ મામલે સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પોલીસ અને પ્રશાસનના વિરોધમાં પ્રદર્શન પણ કર્યું હતું. આ જ વખતે તેમણે સીએમ યોગી પર વાક્ પ્રહાર કર્યાં હતાં. જેના કારણે હવે જગતગુરૂ પરમહંસ મેદાનમાં ઉતર્યાં છે અને આકરું વલણ અપનાવ્યું છે.
સીએમ યોગીની માફી માંગ્યાં પછી જ અયોધ્યામાં પ્રવેશ મળશે
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે સીએમ યોગી પર અભદ્ર ટિપ્પણી કરી તેના કારણે જગતગુરૂ પરમહંસે નારાજ થયાં છે. જગતગુરૂ પરમહંસનું કહેવું છે કે, સીએમ યોગી આદિત્યનાથ પર અભદ્ર ટિપ્પણી કરવી ખૂબ જ નિંદનીય છે. આવું એક સંતને શોભતું નથી. સીએમ યોગી ઉત્તર પ્રદેશ અને સનાતન ધર્મ માટે લગાતાર કામ કરી રહ્યાં છે. તેમની સામે આવી ભાષાનો પ્રયોગ કરવાામાં આવે તે ક્યારેય સ્વીકાર્ય નથી. જગતગુરૂ પરમહંસે એવી ચેતવણી આપી છે કે, જ્યા સુધી સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સીએમ યોગીની માફી ના માંગે ત્યાં સુધી તેમને અયોધ્યામાં પ્રવેશ આપવામાં આવશે નહીં.



