
દહેરાદૂન: ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઇ (Snow fall in Uttarakhand) રહી છે, એવામાં ચમોલી જિલ્લામાં હિમપ્રપાતને કારણે મોટી દુર્ઘટના (Chamoli Avalanche) ઘટી છે. અહેવાલ મુજબ, હિમપ્રપાત ને કારણે માણા ગામમાં 57 કામદારો બરફ નીચે દટાયા છે. અહેવાલ મુજબ 10 કામદારો સુરક્ષિત રીતે બચી ગયા છે, રેસ્ક્યુ ઓપરેશન ચલવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: કાશ્મીર અને હિમાચલ પ્રદેશ જવાનું વિચારતા હોય તો વાંચો મહત્ત્વના સમાચાર!
અહેવાલ મુજબ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF), નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), જિલ્લા વહીવટીતંત્ર, ઇન્ડિયા-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) અને બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હિમપ્રપાતને કારણે અસરગ્રસ્ત વિસ્તારના રોડ પણ બંધ થઇ ગયા છે.
ફસાયેલા લોકો કન્સ્ટ્રકશન વર્કર્સ છે. શ્રમિકો BRO કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરી રહ્યા છે. જ્યારે હિમપ્રપાત થયો, ભાગદોડ મચી ગઈ, કેટલાક ભાગી જવામાં સફળ રહ્યા, જ્યારે 57 કામદારો બરફ હેઠળ દટાઈ ગયા.
ભારે હિમવર્ષાની આગાહી:
ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના પહાડી પ્રદેશો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં શુક્રવાર મોડી રાત સુધી ખૂબ જ ભારે વરસાદ (20 સેમી સુધી)ની આગાહી કરવામાં આવી છે.