ઓટો ડીલરો વાહન સ્ક્રેપિંગ સુવિધા શરૂ કરે: ગડકરી
નવી દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે જણાવ્યું હતું કે ઓટોમોબાઈલના ડીલરોએ પણ વાહન સ્ક્રેપિંગ સુવિધા શરૂ કરવી જોઈએ. પાંચમા ઓટો રિટેલ કોન્ક્લેવને સંબોધતા ગડકરીએ જણાવ્યું હતું કે સરકાર અર્થવ્યવસ્થાને પ્રોત્સાહિત કરી રહી છે અને તે મુજબ સરકાર ડીલરોને વાહન સ્ક્રેપિંગ સુવિધાઓ શરૂ કરવાની પરવાનગી આપશે. તેમણે એ પણ નોંધ્યું કે ભારત વૈકલ્પિક બળતણ અને બાયોફ્યુઅલના ઉપયોગને પ્રોત્સાહિત કરી રહ્યું છે અને ધ્યાન દોર્યું કે સરકાર ભારતને ગ્રીન હાઇડ્રોજનનો સૌથી મોટો ઉત્પાદક બનાવવા માટે કામ કરી રહી છે. ભારત વિશ્ર્વમાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા છે અને ઓટો ડીલરો ભારતને ૫ ટ્રિલિયનન યુએસ ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
ભારત પેસેન્જર વાહનોનો ચોથો સૌથી મોટો ઉત્પાદક છે અને કોમર્શિયલ વાહનોનો છઠ્ઠો સૌથી મોટો ઉત્પાદક છે.
ગડકરીએ કહ્યું કે તેમનું સ્વપ્ન ભારતને વિશ્ર્વનું ટોચનું ઓટોમોબાઈલ હબ બનાવવાનું છે.
પીટીઆઈ