ધનતેરસ પહેલા બની રહ્યો છે નક્ષત્રોના રાજાનો મહાયોગ, સોના ચાંદીની ખરીદી માટે આ દિવસ છે અત્યંત શુભ…

હિન્દુ ધર્મમાં નક્ષત્રોનું વિશેષ મહત્વ હોઈ છે, જેમાં પુષ્ય નક્ષત્ર તેમાં અગ્રસ્થાને ગણવામાં આવે છે. દિવાળીની ખરીદી અને શુભ કાર્યો માટે આ નક્ષત્રને ખૂબ જ શુભ ગણવામાં આવે છે. ઓક્ટોબર 2025માં આ નક્ષત્ર 14 અને 15 ઓક્ટોબરે આવવાનો છે, જે દરમિયાન લોકો ધન, સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પૂજા અને ખરીદીની તૈયારી કરશે. આ નક્ષત્ર ભગવાન બૃહસ્પતિનું પ્રતીક માનવામાં આવે છે, જે જ્ઞાન અને શુભતાનો સંદેશ આપે છે.
ક્યારે શરૂ થશે પુષ્ય નક્ષત્ર?
પુષ્ય નક્ષત્ર 14 ઓક્ટોબર 2025, મંગળવારે સવારે 11:54 વાગ્યે શરૂ થશે અને 15 ઓક્ટોબર 2025, બુધવારે બપોરે 12:00 વાગ્યે સમાપ્ત થશે. આ દરમિયાન સોના ચાંદી જેવી સુકનવંતી વસ્તુઓની શુભ મુહૂર્ત ખરીદવું શુભ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, 14 ઓક્ટોબરે બપોરે 11:54થી આખી રાત અને 15 ઓક્ટોબરે સવારે 6:22થી બપોરે 12:00 સુધી છે. પંચાંગના ભેદને કારણે સમયમાં થોડો ફેરફાર શક્ય છે, પરંતુ આ સમય ખરીદી અને ધાર્મિક કાર્યો માટે શ્રેષ્ઠ ગણાયવામાં આવે છે.

પુષ્ય નક્ષત્ર સોનું, ચાંદી, વાહન, સંપત્તિ કે નવા વ્યવસાયની શરૂઆત માટે અત્યંત શુભ માનવામાં આવે છે. ખાસ કરીને દિવાળી અને ધનતેરસની ખરીદી માટે આ નક્ષત્ર લોકોમાં લોકપ્રિય છે. આ સમયે શરૂ કરેલા વ્યવસાય કે અન્ય કાર્યો ફળદાયી અને સફળ થવાની માન્યતા છે.
આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ
આ નક્ષત્ર દરમિયાન ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી અને ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ સમયે કરવામાં આવેલી પૂજા-અનુષ્ઠાનનું ફળ અનેકગણું વધે છે. સાધના, ધ્યાન અને યોગ આ નક્ષત્રમાં કરવાથી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. આ ઉપરાંત, આ સમયે ધન અને સમૃદ્ધિ સાથે જોડાયેલા કાર્યો પણ શુભ ફળ આપે છે.
શારીરિક અને માનસિક શક્તિ
પુષ્ય નક્ષત્રનો પ્રભાવ વ્યક્તિને શારીરિક અને માનસિક શક્તિ પ્રદાન કરે છે. આ સમયે ધ્યાન, યોગ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સામેલ થવાથી વ્યક્તિને શાંતિ અને ઉર્જા મળે છે. આ નક્ષત્રનો લાભ લઈને લોકો પોતાના જીવનમાં સકારાત્મક ફેરફારો લાવવાનો પ્રયાસ કરે છે.
આ પણ વાંચો…સતત ત્રીજા વર્ષે દિવાળી પછી આવશે ધોકોઃ જાણો શું છે કારણ