નેશનલ

ધરપકડનો ડર સતાવ્યો! અતુલ સુભાષની પત્ની નિકિતા સિંઘાનિયા જામીન માટે હાઈકોર્ટમાં પહોંચી

AI એન્જિનિયર અતુલ સુભાષના આત્મહત્યા કેસમાં તેમની પત્ની નિકિતા સિંઘાનિયાએ આગોતરા જામીન માટે અલાહાબાદ હાઈકોર્ટમાં અરજી કરી છે. નિકિતા સિંઘાનિયા ઉપરાંત અતુલ સુભાષના આત્મહત્યા કેસના અન્ય ત્રણ આરોપીઓએ પણ આગોતરા જામીન માટે અરજી કરી છે. બેંગલુરુ પોલીસે આ કેસમાં નિકિતા સિંઘાનિયા, તેની માતા નિશા સિંઘાનિયા, ભાઈ અનુરાગ સિંઘાનિયા અને કાકા સુશીલ સિંઘાનિયાને આરોપી બનાવ્યા છે. અલાહાબાદ હાઈકોર્ટમાં જામીન અરજી પર ટૂંક સમયમાં સુનાવણી થઈ શકે છે. એમ પણ જાણવા મળ્યું છે કે સિંઘાનિયા પરિવારે કોર્ટમાં પોતાનો કેસ રજૂ કરવા માટે ઘણા મોટા વકીલોની પેનલની નિમણૂક કરી છે.

અતુલ સુભાષ બેંગલુરુમાં એન્જિનિયર હતા અને તેમણે આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા તેમણે દોઢ કલાકનો વીડિયો બનાવ્યો હતો અને 24 પાનાની સુસાઈડ નોટ પણ છોડી હતી. તેમણે સિંઘાનિયા પર કેસના સમાધાન માટે 3 કરોડ રૂપિયાની માંગ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.

Aslo read: અતુલ સુભાષની પત્ની રૂપિયા 22 લાખમાં ડિવોર્સ માટે સમંત થઈ હતી પણ…

બેંગલુરુ પોલીસે નિકિતા સિંઘાનિયાના જૌનપુર ખાતેના ઘર પર નોટિસ ચોંટાડીને તેને 3 દિવસમાં હાજર થવા માટે કહ્યું હતું. બેંગલુરુના મરાઠાહલ્લી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા બાદ નિકિતા સિંઘાનિયા, તેની માતા નિશા અને ભાઈ અનુરાગ ઘરેથી ફરાર થઈ ગયા હતા. ગુરુવારે મોડી રાત્રે એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં નિકિતા સિંઘાનિયાની માતા નિશા એક હોટલમાં બેઠેલી જોવા મળી હતી. જો કે, આ વીડિયો કઈ હોટલનો હતો તે જાણી શકાયું નથી.

અતુલ સુભાષ આત્મહત્યા કેસના નિકિતા સિંઘાનિયા અને અન્ય આરોપીઓને ડર છે કે તેમની ધરપકડ કરવામાં આવશે. બીજી તરફ અતુલ સુભાષનો મામલો છેલ્લા ઘણા દિવસોથી ઇન્ટરનેટ પર ચર્ચામાં છે. ઈન્ટરનેટ પર લોકો પૂછી રહ્યા છે કે શું આ દેશમાં પુરુષોના અધિકારોની વાત કરનાર કોઈ નથી.

અતુલ સુભાષે પોતાના વીડિયો અને સુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે તેની પત્ની અને તેના સંબંધીઓએ તેની અને તેના પરિવાર વિરુદ્ધ ઘણા ખોટા કેસ દાખલ કર્યા છે. અતુલ સુભાષે પોતાની પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા સિંઘાનિયા, અનુરાગ સિંઘાનિયા, પત્નીના અન્ય એક સંબંધી અને જૌનપુર પ્રિન્સિપલ ફેમિલી કોર્ટના જજ રીટા કૌશિક પર ગંભીર આરોપ લગાવ્યા છે.

Also read: ‘2038 પહેલા ખોલશો નહીં…’, અતુલ સુભાષે તેના ચાર વર્ષના પુત્ર માટે ગીફ્ટ છોડી

અતુલ સુભાષ મૂળ બિહારના હતા. અતુલ સુભાષના સસરા જૌનપુરમાં રહે છે અને તેમના કેટલાક કેસની સુનાવણી જૌનપુરની ફેમિલી કોર્ટમાં ચાલી રહી હતી. અતુલે સુસાઈડ નોટમાં આરોપ લગાવ્યો છે કે જજ રીટા કૌશિકે આ કેસના સમાધાન માટે તેમની પાસેથી 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button